સાબરકાંઠા જીલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રીએ પોતાના ભાગીયાની પત્ની પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ

સાબરકાંઠા જીલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી સંજય પટેલના ખેતરમાં ભાગીયા (ભાગીદાર)ની પત્ની પર દુષ્કર્મ આચરવાનો આક્ષેપ લાગ્યો છે. તલોદ પોલીસે સંજય પટેલ વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જેને પગલે જીલ્લા ભાજપના રાજકારણમાં હડકંપ મચ્યો છે.
 
સાબરકાંઠા યુવા ભાજપ મોરચાના મહામંત્રી અને તલોદ તાલુકાના ગંભીરપુરા ગામના સંજય રણછોડભાઈ પટેલે તેની 15 વીઘા જમીન ભાગે રાખી ખેતમજૂરી કરનાર ભાગીયાની પત્ની સાથે દુષ્કર્મ આચરવાની ફરીયાદ નોંધાઇ છે. 5 જૂન 2019ના રોજ ભાગિયો તેના છોકરાને સાયકલ લઈ આપવા બજારમાં જતા ખેતમજૂરની પત્ની ખેતરમાં પાણી વાળતી હતી. સાંજના સુમારે ખેતર માલિક સંજય પટેલે ખેતરમાં પહોંચી મહિલાને બાજુના ખેતરમાં ડ્રિપની પાઈપો અલગ પાડવાનું કહી બાજુના ખેતરમાં લઈ જઈ ખેતરના કુવા પર આવેલી ઓરડી ખોલવાનું કહેતા મહિલાએ ઓરડી ખોલતા કામુક બનેલા સંજય પટેલે મહિલાને ધક્કોમારી ઓરડીમાં મહિલા સાથે હેવાનિયત ભર્યું કરતૂત કરી કામાંધ બનેલા સંજય પટેલે દુષ્કર્મ આચરી પલાયન થઈ જતા ચકચાર મચી હતી.
 
મહિલાએ તેની સાથે બનેલી ઘટનાની જાણ કરતા પતિ પણ ખેતર માલિકની હરકત થી ડઘાઈ ગયો હતો. બહુ મથામણ પછી દુષ્કર્મની ઘટનાના 13 દિવસ પછી તલોદ પોલીસ સ્ટેશને મહિલાએ તેના પતિ સાથે પહોંચી ફરિયાદ નોંધાવતા તલોદ પોલીસે મહિલાની ફરિયાદના આધારે સંજય રણછોડભાઈ પટેલ વિરુદ્ધ ઇપીકો કલમ-376,323 અને એટ્રોસિટી એક્ટ કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.