02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / રાજયસભા ચૂંટણી : ક્રોસ વોટિંગથી બચવા કોંગ્રેસ ધારાસભ્યોને આબુ લઇ જશે

રાજયસભા ચૂંટણી : ક્રોસ વોટિંગથી બચવા કોંગ્રેસ ધારાસભ્યોને આબુ લઇ જશે   03/07/2019

ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો પર પાંચમી જુલાઈના રોજ મતદાન પૂર્વે મોટા સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્યોમાં કોઈ ફૂટ ન પડે અને તમામ અકબંધ રહે તે માટે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને માઉન્ટ આબુમાં લઈ જશે તેવી માહિતી સામે આવી છે. મહત્વનુ છે કે, આ પહેલાની રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને બેંગલુરુના રિસોર્ટમાં લઈને ગઈ હતી.
 
રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી બચવા માટે કોંગ્રેસ આવું પગલું ભરી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો વોલ્વો બસમાં સવાર થઈને માઉન્ટ આબુ જશે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન છે. અશોક ગેહલોત હાલ મુખ્યમંત્રી પદે છે, જેઓ એક સમયે ગુજરાતના પ્રભારી પણ રહી ચુક્યા છે.કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીએ જણાવ્યું હતું કે, પક્ષની વ્યૂહરચનાના ભાગરૂપે ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જવામાં આવી રહ્યા છે.
 
બુધવારે સાંજે જ ચાર વાગ્યે કોંગ્રેસના ધારાસભ્યો માઉન્ટ આબુ જવા માટે રવાના થશે. કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, “કોંગ્રેસને તેના ધારાસભ્યો પર પૂરતો વિશ્વાસ છે. હવે કોઈ ધારાસભ્ય તૂટવાના નથી. આબુમાં ધારાસભ્ય માટે શિબિર રાખવામાં આવી છે, જેના માટે તેમને આબુમાં લઈ જવામાં આવી રહ્યા છે. એક-બે ધારાસભ્યને બાદ કરતા તમામ ધારાસભ્યો કોંગ્રેસની સાથે છે. આ લોકો ક્રોસ વોટિંગ કરી શકે છે.”
 
આ મામલે કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને પૂછવામાં આવ્યું તેણે જણાવ્યું કે, “હું માઉન્ટ આબુ નથી જઈ રહ્યો. બધા લોકો શા માટે જતા હોય છે તે વાત લોકો જાણે છે. ધારાસભ્યોને અહીં પણ પોલને લગતું પ્રશિક્ષણ આપી શકાતું હતું. ધારાસભ્યો સાથે સંપર્ક ન હોવાને કારણે કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ડર છે. મને આ મામલે કોઈ જ આમંત્રણ નથી આપવામાં આવ્યું.”

Tags :