02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / સોતમલા ગામે સૂક્ષ્મ સિંચાઇથી કેળાની ખેતી

સોતમલા ગામે સૂક્ષ્મ સિંચાઇથી કેળાની ખેતી   11/01/2019

 
 
 
 
                         ડીસા તાલુકાના ખેડૂતો સમગ્ર રાજ્યના ખેડૂતોને દીશા બતાવી રહ્યા છે. ખેતીમાં નીત નવી ટેકનોલોજીના ઉપયોગની સાથે ખેતી ક્ષેત્રમાં વિવિધતા લાવી 'બમ્પર્ર ઉપજ મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. બનાસકાંઠા જીલ્લામાં અનેક ખેડૂતો વર્ષો જૂના પરંપરાગત ખેતીના પાકો વાવી રહ્યા છે. જેમાંથી કેટલાંક ખેડૂતો બહાર નીકળી સમયની સાથે ખેતીના પાકો પણ બદલતા રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના માલગઢ ગામના વતની જયેશકુમાર નવિનચંદ્ર ગેલોતે પોતાની સોતમલા ગામે આવેલી જમીનમાં આ પંથકમાં સૌપ્રથમવાર કેળાની ખેતીનો પ્રયોગ કર્યો છે. આજથી સાત માસ અગાઉ પોતાની ૧૧ વિધા જમીનમાં કેળાના છોડના રોપાઓનું વાવેતર કર્યું છે અને તેની પાછળ રૂ. ૪.૫૦ લાખ જેટલો ખર્ચ કર્યો છે અને હવે ત્રણ માસ બાદ કેળાના છોડમાં ઉપજની શરૂઆત થશે. 
આ બાબતે તેમણે મિડીયા સમક્ષ જણાવ્યું હતું કે, મારા પિતાજી નવિનભાઇની પ્રેરણાથી સાત માસ અગાઉ કેળનું વાવેતર કર્યું હતું. જેની પાછળ અત્યાર સુધીમાં રૂ. ૪.૫૦ લાખનો ખર્ચ કર્યો છે. હજુ ત્રણ મહીના સુધી તેના પાછળ ખર્ચ કરવો પડશે. ત્યારબાદ કેળના છોડમાંથી ઉપજની શરૂઆત થશે. અત્યારે કેશના છોડમાં ડ્રીપ ઇરીગેશન (સૂક્ષ્મ સિંચાઇ) થી સિંચાઇ કરવામાં આવી રહી છે. જેને લીધે પાણીનો પણ બચાવ થઇ રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત દ્વારા શરૂ કરાયેલી નવી ખેતીમાં પ્રથમ દાવ અજમાવ્યો છે. 

Tags :