02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / થરાદ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા જમીન રિ-સર્વેમાં ક્ષતિઓ બાબતે આવેદનપત્ર અપાયું

થરાદ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા જમીન રિ-સર્વેમાં ક્ષતિઓ બાબતે આવેદનપત્ર અપાયું   07/08/2018

થરાદ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા જમીન રિ-સર્વેમાં ક્ષતિઓ બાબતે આવેદનપત્ર અપાયું
 
 
થરાદ તાલુકા ભારતીય કિસાનસંઘે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતુંકે પ્રાઇવેટ ખાનગી કંપનીએ તાલુકાના તમામ ગામોમાં સેટેલાઇટથી રીસર્વેની કામગીરી પુર્ણ કરાતાં નાયબ કલેકટર દ્વારા રીસર્વે પ્રમોલગેશન અંગેની કામગીરી શરૂ કરવામાં આવી છે.પરંતુ થરાદ તાલુકાના ખેડુતો અભણ હોવાના કારણે જમીન દફતરની વિગતો જેવીકે નકશાની સાઇટ, ક્ષેત્રફળ, જમીનનો પ્રકાર વિગેર બાબતોમાં પુરતી જાણકારી ધરાવતા નથી. બીજી બાજુ કંપનીએ ખેડુતોને માપણી કર્યાબાદ આપેલા નકશાઓમાં પણ દરેક ગામોમાં ખેડુતોના કબજા વાળી જમીનમાં મોટા પ્રમાણમાં ક્ષતિઓ ધ્યાને આવી છે. જેમાં સર્વેમાં જુના ક્ષેત્રફળ અને માપણી પછી ક્ષેત્રફળમાં મોટી ઘટના પરિણામે વારંવાર માપણી છતાં પરિસ્થીતી યથાવત, એક સર્વે નંબરમાંથી બીજા સર્વે નંબરમાં જવા માટેના રસ્તા ક્ષેત્રફળમાં દર્શાવ્યા છે પરંતુ રસ્તાની લાઇન બનાવેલ નહી હોવાના કારણે ખેડુતો વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું છે.

Tags :