કૃષિજગતઃ પ્રધાનમંત્રી કિસાન યોજનાની સહાય માટે અરજી પ્રક્રીયા સમજો

ગુજરાત
ગુજરાત

        ખેડૂત મિત્રો પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત દરેક ખેડૂતને વર્ષે રૂ. ૬૦૦૦ની સરકારી સહાય આપવામાં આવે છે આ સહાય ૩ ટુકડામાં ચુકવવામાં આવે છે. જો તમે ખેડૂત છો અને તમે આ યોજનાનો લાભ હજુ સુધી નથી લીધો તો તમારા માટે જ અમે લઈ આવ્યા છીએ ખેડૂતનું સ્ટેટસ અને લાભાર્થીઓની યાદી જાણી શકશો. જાણો લીંક અને ઓનલાઈન એપ્લીકેશનની રીત.
       પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને પીએમ કિસાન યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને રૂ. ૬૦૦૦ની વાર્ષિક સહાય કરવામાં આવે છે જે મુજબ ખેડૂતોને ૩ હપતામાં હપ્તા દીઠ રૂ. ૨૦૦૦ની ચુકવણી કરવામાં આવે છે. ૨જી જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં આ યોજનાનો ૩જો હપ્તો ચુકવી દેવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ૬ કરોડથી વધુ ખેડૂતો આ લાભ લઈ ચૂક્યા છે.
       આ માટે ખેડૂતો અહિં ક્લિક કરી રજિસ્ટ્રેશન કરી શકે. https://www.pmkisan.gov.in/  ઉપર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે અથવા તો પોતાના તાલુકામાં નોડલ ઓફિસરની મદદ પણ લઈ શકે છે આ માટે તે નજીકના Common Services Centeres ( CSC  )ની મદદ પણ લઈ શકો છો.
 
 
પ્રધાનમંત્રી કિસાન યોજના માટેના દસ્તાવેજ
 
બેંક એકાઉન્ટ
આધારકાર્ડ
જમીનના દસ્તાવેજ
નાગરિકતા સર્ટિફિકેટ
કેવી રીતે તમારૂ સ્ટેટસ ચેક કરશો
 
સૌથી પહેલા ઓફિશ્યલ વેબસાઈટhttps://www.pmkisan.gov.in/  ઉપર ક્લિક કરો.
હવે  Farmers Corner ઉપર ક્લિક કરો તેમાં ખેડૂતનુપં સ્ટેટસ જાણવા Beneficiary Status ઉપર ક્લિક કરો
આમાં આધારકાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર પર ક્લિક કરી વિગતો ભરીને Get Report પર ક્લિક કરો. એટલે તમારું સ્ટેટસ મળી જશે. તમે Beneficiaries list માં જીને પણ પોતાનું સ્ટેટસ જાણી શકો છો.
તેમાં જિલ્લો, તાલુકો, બ્લોક અને ગામનું નામ નાંખીને  Get Report  પર ક્લિક કરો લાભાર્થીઓની યાદી મેળવી શકશો.
 
રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે
 
      પીએમ કિસાન ફંડ એ ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જમા થઈ જશે અને ખેડૂતે નોંધાવેલા ફોન નંબર ઉપર આ અંગેનો એસએમસએસ પણ આવી જશે. આ સિવાય આ અંગેની કોઈ પણ ક્વેરી માટે ટોલ ફ્રિ હેલ્પ લાઈન        નંબર છે ૦૧૧-૨૩૩૮૧૦૯૨ અને pmkisan-ict@gov.in હ આ ઈમેઈલ એડ્રેસ પર તમારા પ્રશ્નો મેલ પણ કરી શકો છો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.