ડીસામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત

ડીસા : સમગ્ર રાજ્યમાં આર્થિક પાટનગરી  તરીકે ખ્યાતિ પામેલ  ડીસામાં મુખ્ય રોડોની હાલત દયનિય બની છે.જ્યાં  જુઓ ત્યાં રોડ ઉપર રખડતા ઢોર નજરે પડી રહ્યા છે.સવાર હોય કે સાંજ આ ઢોર મુખ્ય રોડ ઉપરથી ખસતા જ નથી. દિવસ દરમિયાન પસાર થતા રાહદારીઓ, મહિલાઓ, સ્કૂલે જતા બાળકો અને સિનિયર સીટીઝન, વાહનચાલકો સહિતના  શહેરીજનો  અજ્ઞાત ભય સાથે પસાર થાય છે. મુખ્ય રોડો ઉપર અડિંગો જમાવી બેઠેલા આ ઢોરોની ઈજાઓના લીધે ભૂતકાળમાં અનેક લોકોએ ઈજાઓની સાથે સાથે જીવ પણ ગુમાવ્યા છે.  જો કે શહેરી જનોની આ કાયમી મુશ્કેલી દૂર કરવાની જવાબદારી પાલિકાની હોવા છતાં જવાબદાર તંત્ર મુક બની તમાશો જોઈ રહ્યું છે. માત્ર રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાકટ આપી નિશ્ચિત બની ગયું છે.પરંતુ હાલમાં પણ સ્થિતિ યથાવત છે જ્યાં જુઓ ત્યાં તમામ રોડ પર રખડતા ઢોરોનું સામ્રાજ્ય સ્થાપિત છે.ઢોર પકડવાની કામગિરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે.રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવા છતાં આ ઢોરની સંખ્યામાં સહેજ પણ ઘટાડો થયો નથી અને તેને પકડવાની કામગીરી માત્રને માત્ર કાગળ ઉપર જ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.