02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / ખંભીસર પ્રકરણમાં મહિલા ડીવાયએસપીને સામે રેન્જ આઈ.જી દ્વારા તપાસના આદેશ

ખંભીસર પ્રકરણમાં મહિલા ડીવાયએસપીને સામે રેન્જ આઈ.જી દ્વારા તપાસના આદેશ   17/05/2019

અરવલ્લી: મોડાસા તાલુકાના અનુ.જાતિના યુવક જયેશ ડાહ્યાભાઈ રાઠોડના વરઘોડામાં પોલીસ રક્ષણ હોવા છતાં ગામની મહિલાઓએ જાહેર માર્ગ પર ભજન-કીર્તન કરી વરઘોડો રોકાતા થયેલા ઘર્ષણમાં વરઘોડો અધૂરો રહ્યો હતો વરઘોડામાં ડીવાયએસપી ફાલ્ગુની પટેલે એકતરફી કામગીરી કરી હોવાનો અને અનુ. જાતિ સમાજના યુવકો અને મહિલાઓ સામે દાદાગીરી કરતો અને અભદ્ર ભાષા પ્રયોગ કરતા હોવાનો વિડીયો વાઈરલ થતા રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ તપાસના આદેશ આપ્યા હતા અને ફરજમાં બેદરકારી દાખવી હશે તો કડક પગલાં ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ ડીવાયએસપી ફાલ્ગુની બેન પટેલ ના અભદ્ર શબ્દ પ્રયોગ અંગે થયેલા વાઇરલ વિડીયો અંગે તપાસના આદેશ અરવલ્લી જિલ્લા પોલીસવડા મયુર પાટીલને સોંપતા આશ્ચર્ય સર્જાયું છે અને “ઘરના ભુવા ને ઘરના ડાકલા” જેવી નીતિ સામે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખંભીસરના પીડિત પરિવાર,વરરાજા અને અનુ.જાતિના અગ્રણીઓએ જિલ્લા પોલીસતંત્રની કામગીરી સામે જ પ્રશ્નો ઉઠાવ્યા છે અને ડીવાયએસપી ફાલ્ગુની બેન પટેલ અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ ચાવડાની સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે અડગ રહ્યા છે ત્યારે પોલીસતંત્ર બંને મહિલા અધિકારીઓને બચાવવા મેદાને પડ્‌યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ આપેલ તપાસના આદેશ “કુલડીમાં ગોળ ભાગવા” જેવી નીતિ અખત્યાર કરવામાં આવી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ફાલ્ગુની બેન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે સરકાર તરફે દાખલ કરવામાં આવેલી ફરિયાદ અંગે તેઓએ જણાવ્યુ હતુ કે,મંગળવારે રાત્રે આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ હતુ. જેમાં ભાવેશભાઈ દેવકરણભાઈ પટેલ અને હસમુખભાઈ પશાભાઈ પટેલની રાત્રે ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસની જુદી જુદી ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારોમાં મોકલવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

Tags :