02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / આજે સાબરકાંઠાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ

આજે સાબરકાંઠાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ   05/09/2019

સાબરકાંઠા : ૫મી સપ્ટેમ્બર સંસ્કાર પુરૂષ ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે શિક્ષક દિન ઉજવણી થનાર છે જે  અંતર્ગત વર્ષ ૨૦૧૯સાબરકાંઠા  જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. ૫ સપ્ટેમ્બર ૨૦૧૯ ગુરૂવાર સવારે ૧૦-૦૦ કલાકે ડા.નલીનકાન્ત ગાંધી ટાઉનહોલ હિંમતનગર ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં ચેરમેન, પોલીસ આવાસ નિગમ ડી.ડી. પટેલના અધ્યક્ષ સ્થાને હાજર રહેશે. આ ઉપરાંત સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડ, હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્‌ર્સિંહ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ રતનબેન સુતરીયા,ઇડર ધારાસભ્ય હિતુ કનોડિયા,ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિનભાઇ કોટવાલ તથા પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર,જિલ્લા સમાહર્તા પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી  ડા. રાજેન્દ્રભાઇ પટેલ,ચેરમેની જિલ્લા શિક્ષણ સમિતિ સા.કાં  જયેશભાઇ  મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. જેમાં તમામ નાગરિકોને પધારવા હાર્દિક નિમંત્રણ છે.

Tags :