BF સાથે ઝઘડો થયો તો યુવતીએ લગાવ્યો વોટ્સએપ વીડિયો કોલ, તેની આંખોની સામે ગળામાં દુપટ્ટો નાખી લગાવી લીધી ફાંસી

મધ્યપ્રદેશ: દાળબજારના વેપારીની દીકરીએ શુક્રવારે સાંજે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તેનો બોયફ્રેન્ડ સાથે ઝઘડો થઇ ગયો તો તેણે તેને વોટ્સએપ પર વીડિયો કોલ કર્યો. પછી બોયફ્રેન્ડની સામે જ ગળામાં દુપટ્ટો નાખીને ગાળિયો બનાવ્યો અને પંખા પર લટકી ગઇ. બોયફ્રેન્ડે તેને અટકાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેણે કંઇ જ ન સાંભળ્યું અને લટકી ગઇ. ગભરાઈને યુaક તેના ઘરે પહોંચ્યો. દરવાજો તોડીને અંદર ઘૂસ્યો અને યુવતીને નીચે ઉતારી. તેને હોસ્પિટલ પણ લઇ ગયો પરંતુ ત્યાં સુધીમાં તો યુવતીનું મોત થઇ ચૂક્યું હતું. થોડીવાર પછી યુવતીના પરિવારજનો પણ હોસ્પિટલ પહોંચી ગયા. યુવતીના પિતાએ તેના બોયફ્રેન્ડનો તેની મોત માટે જવાબદાર ઠેરવ્યો છે. પોલીસે પૂછપરછ માટે તેની અટકાયત કરી છે.
 
- અનિલ જૈન ગલ્લા વેપારી છે. દાળબજારમાં તેમની દુકાન છે. તેમની 20 વર્ષીય દીકરી સૃષ્ટિ ઉર્ફ વર્ષા જૈન બીએસસી ફર્સ્ટ યરની વિદ્યાર્થિની હતી. તેમનો દીકરો સર્વજ્ઞ ઇંદોરમાં ભણે છે અને નાનો દીકરો છઠ્ઠા ધોરણમાં ભણે છે.
 
- અનિલ મૂળે ભિંડના ગ્રામ મૌના વતની છે. તેમના ગામમાં ગુરૂપૂર્ણિમા પર ધાર્મિક કાર્યક્રમનું આયોજન હતું, એટલે કેઓ પત્ની તેમજ નાના દીકરા સાથે ભિંડ ગયા હતા. ઘરે તેમની દીકરી સૃષ્ટિ એકલી હતી. 
- દાળબજારના અર્પિત જૈન સાથે સૃષ્ટિને દોસ્તી હતી. બંને વચ્ચે ફોન પર ઝઘડો થઇ ગયો. સૃષ્ટિએ અર્પિતને વોટ્સએપ પર વીડિયો કોલ કર્યો ત્યારબાદ તેણે ગળામાં દુપટ્ટો નાખ્યો અને ફાંસી લગાવી લીધી. 
- અર્પિત પોતાના દોસ્તની સાથે તરત જ તેના ઘરે ભાગ્યો. ઘરનો દરવાજો બંધ હતો તો તેણે દરવાજો તોડ્યો અને અંદર ઘૂસ્યો. ત્યારબાદ સૃષ્ટિને નીચે ઉતારીને પ્રાઇવેટ હોસ્પિટલ લઇ ગયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. 
- હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરવામાં આવી. તે દરમિયાન સૃષ્ટિના મોબાઈલ પર પરિવારજનોનો ફોન આવ્યો તો અર્પિતે આખી વાત તેમને જણાવી. થોડીવાર પછી પરિવારજનો પણ ગ્વાલિયર પહોંચ્યા. પોલીસે તપાસ માટે બંનેના મોબાઈલ જપ્ત કર્યા છે.
 
- અર્પિતે જણાવ્યું કે, "હું પહેલા મારા કાકાના મેડિકલ સ્ટોર પર બેસતો હતો. બે મહિનાથી હું ઇંદોર રહું છું, કારણકે મારી નોકરી એક દવાની કંપનીમાં લાગી છે. સૃષ્ટિ સાથે આવવાની જીદ કરી રહી હતી. મેં તેને કહ્યું કે લગ્ન પછી સાથે રહીશું."
 
- "તેના પરિવારજનોને અમારી દોસ્તી વિશે જાણ હતી. પરંતુ, તેઓ લગ્ન માટે તૈયાર ન હતા. મેં ના પાડી પછી તે સવારથી જ મારી સાથે વાત નહોતી કરી રહી. મારો કોલ જ ન ઉઠાવ્યો. સાંજે વોટ્સએપ પર તેણે વીડિયો કોલ કર્યો અને મારી સામે જ ફાંસી લગાવી રહી હતી. મેં રોકી, બચાવવા ઘરે પણ ગયો પરંતુ ત્યાં સુધી તો તે ફાંસી લગાવી ચૂકી હતી." 
 
- સૃષ્ટિના પિતા અનિલ જૈન જણાવે છે કે મને તો જાણ જ ન હતી કે સૃષ્ટિ અર્પિત સાથે વાતો કરે છે. તેના કારણે જ મારી દીકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. તેણે જ કહ્યું હતું કે ઝઘડા પછી તેણે ફાંસી લગાવી લીધી.
 
- યુવતીએ આત્મહત્યા કર્યા પછી અર્પિત જૈનને જ્યારે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો તો તે ત્યાં બેભાન થઇ ગયો. થોડીવાર પછી તે ભાનમાં આવ્યો. પોલીસ સ્ટેશનમાં પણ તે રડી રહ્યો હતો. તે વારંવાર કહી રહ્યો હતો કે જો તે પાંચ મિનિટ પહેલા પહોંચી ગયો હોત તો સૃષ્ટિ બચી ગઇ હોત.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.