ચાણસ્મા(પાટણ) પોલીસ સ્ટેશનમાં એસીબીની રેડ : એએસઆઇ ૩૦ હજારની લાંચ લેતા ઝડપાયા

 
ભૂજ(બોર્ડર યુનીટ)ના મદદનીશ નિયામક કે.એચ.ગોહીલના સુપરવિઝનમાં વધુ એક સફળતા 
ચાણસ્મા પોલીસ મથક (પાટણ)માં દાખલ થયેલ પ્રોહીબીશન કેસમા આરોપી એએસઆઇ દિનેશભાઇ સોલંકી દ્રારા રીમાન્ડ દરમિયાન માર ન મારવા અલ્ટોકાર કબજે નહી કરવા માટે રૃપિયા ૩૦ હજારની માગણી કર્યાના આરોપસરની ફરીયાદ એસીબી સમક્ષ થયેલ. ફરીયાદી મુજબ તેઓ લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી એસીબીમા આવી ફરીયાદ કરી છે. કાયદાના રખેવાળોને પણ કાયદાનું ભાન કરાવવા માટે  એસીબી વડા કેશવકુમારની સુચનાની સાથોસાથ  બોર્ડર યુનિટ (ભુજ)ના મદદનીશ એસીબી નિયામક કૃષ્ણસિંહ ગોહિલ પણ પ્રજાને કોઇપણ સરકારી ખાતામાં નાણાના વાંકે મુશ્કેલી ન પડે તેવા મતના હોવાથી તેઓના સુપરવિઝનમાં તેમની સુચનાના આધારે ગાંધીધામ (કચ્છપૂર્વ) એસીબી પી આઇ, પી.વી. પરગડુએ ચાણસ્મા(પાટણ) પોલીસ મથકમા છટકુ ગોઠવી આરોપીને ૩૦ હજાર  સ્વીકારતા આબાદ ઝડપી લીધા હતા.  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.