શાકભાજી સાથે મફતમાં મળતા ધાણા બજારમાં અદ્રશ્ય

ડીસા : ડીસા સહિત જિલ્લામાં વરસાદની અનિશ્ચિતતા વચ્ચે ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું છે તેની શાકભાજીના વાવેતર ઉપર વિપરીત અસર વર્તાતા શાક માર્કેટમાં શાકભાજીની આવકો ઘટતાં ભાવમાં ભડકો થયો છે જ્યારે ધાણાના ભાવમાં તો ધરખમ વધારો થતાં માર્કેટમાંથી ધાણા અદ્રશ્ય થઈ ગયા છે.
વરસાદની અનિયમિતતા વચ્ચે ગરમીનું જોર યથાવત રહ્યું છે તેથી શાક માર્કેટમાં શાકભાજીની આવકો ઘટી જતાં માંગ અને પૂરવઠાના અર્થશાસ્ત્રના નિયમ મુજબ શાકભાજીના ભાવોમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો થયો છે મંદી અને મોંઘવારીના માહોલમાં આ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે તેમાં પણ શાકભાજી સાથે મફતમાં મળતા ધાણા ગઈકાલ સુધી ૫૦ થી ૬૦ રૂપિયે કિલોના  ભાવથી વેચાતા હતા તેના ભાવમાં જેટ ગતિએ ઉછાળો આવતા ભાવ ૧૫૦ થી ૨૦૦ રૂપિયા બોલાયા હતા તેથી શાક માર્કેટમાંથી ધાણા ગાયબ થઈ ગયા હતા છૂટક શાકભાજી વેચતી મહિલાઓ પણ ધાણા સંતાડીને રાખતી હતી તેથી દસ જગ્યાએ ફરો ત્યારે માંડ ધાણાના દર્શન થતા હતા તેમાં પણ ભાવ સાંભળી ગણતરીબાજ ગૃહિણીઓએ ખરીદવાનું માંડી વાળ્યું હતું .  જો કે વરસાદ બાદ ધાણાના ભાવ રાબેતા મુજબ થઈ જશે તેમ વેપારીઓએ જણાવ્યું હતું પરંતુ ત્યાં સુધી શાકભાજીનો ટેસ્ટ ઉડી જતા અસહ્ય ભાવ વધારાથી ગૃહિણીઓ અકળાઈ ઉઠી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.