રાધનપુરના ખેડૂતની અનેરી સિદ્ધી:ગાયો ના છાણ અને મૂત્રમાંથી કર્યો જુવારનો ૧૪ ફૂટ ઊંચો પાક

 રાધનપુર તાલુકામાં જુવારનો ૧૪ ફૂટ ઊંચો પાક 
 
રાધનપુર
રાધનપુર તાલુકાના ખેડૂતો હવે પ્રગતિના પંથે પ્રયાણ કરી રહ્યા છે.તાલુકાના બાદરપુરા ગામે પટેલ આઈસ કેન્ડીના માલિક બાલુભાઈ પટેલ તેમના ખેતરમાં સંપૂર્ણ ખેતી ગૌ આધારિત કરે છે, આઠ ગાયો પાળી છે,તેમના છાણ અને મૂત્રમાંથી જ તેઓ ખેતી કરે છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ તેઓ કરતા જ નથી.હાલમાં ઘાસચારા માટે તેમણે જુવારનો પાક ઉગાડ્‌યો છે, જે ૧૪ ફૂટ જેટલો ઊંચો થયો છે, જે ખરેખર ખેતી માટે એક વિચારવા લાયક ઘટના છે. અને સંપૂર્ણ ખેતી ટપક સિંચાઈ અને ફુવારાથી કરે છે જેના કારણે પાણીનો પણ બગાડ થતો નથી. તેમના ખેતરમાં મગ, મકાઈ, રજકો, બાજરી, ખારેક એમ તમામ પાક ગૌ આધારિત જ કરે છે. ખેડૂતોએ આ જીવનમાં ઉતારવાલાયક બાબત છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.