૭૦ના બદલે ૪૦ ખેડૂતો ટ્રેકટરો ભરીને મગફળી લઈ આવ્યા, નાયબ મામલતદાર ગેરહાજર છતાં કામગીરી જારી રહી

હિંમતનગર માર્કેટયાર્ડમાં ગતરોજ દેવ દિવાળીની રજા હોવા છતાં મગફળીની ખરીદી ચાલુ રહેવા પામી હતી.
જાણવા મુજબ ગતરોજ ૭૦ જેટલા ખેડૂતોને ટેકાના ભાવે. મગફળી વેચાણ માટે બોલાવ્યા હતા. જેમાંથી પ૦ જેટલા ખેડૂતો ટ્રેક્ટરો ભરીને મગફળી વેચાણ માટે લાવ્યા હતા. જેથી માર્કેટયાર્ડમાં ટ્રેક્ટરોની કતાર લાગી હતી.
 
ગત ગુરૂવારે ૪૧ ખેડૂતોને બોલાવ્યા હતા. તેમાંથી ૩૦ જેટલા ખેડૂતો પાસેથી મગફળીના ખરીદી કરવામાં આવી હતી. બાકીના ૧૧ ખેડૂતો અને આજન ૭૦ ખેડૂતોની ખરીદી શરૂ થઈ હતી. અને બે કલાકમાં ૮ ખેડૂતોની મગફળીની ખરીદી કરાઈ હતી. આ કામગીરી દરમ્યાન નાફેડના અધિકારી સહિત ઉપÂસ્થત કર્મચારીઓએ સેમ્પલ લઈ ગ્રેડિંગની કામગીરી કરી ખરીદી શરૂ કરી હતી.
દિવસના ૩પ જેટલા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી થઈ શકે છે. અસંખ્ય બોરીના ઢગ માર્કેટમાં લાગેલા છે.
નાયબ મામલતદારની ગેર હાજરી હોવા છતાં ૪૦૦૦ થી વધુ મગફળીના ઢગ ખડકાયા હતા નિગમના અધિકારીએ ટ્રકમાં બોરી ભરાવીને ગોડાઉનમાં મુકવા કામગીરી હાથ ધરી હતી.
 
આમ નાયબ મામલતદારની ગેર હાજરીથી નિગમના અધિકારીના માથે બેકામગીરી થઈ હતી. એક તો ખરીદી કરવાની અને બોરીઓ ટ્રકમાં ભરી ગોડાઉનમાં મુકવાની કામગીરી થતી હતી.
 
એક ટ્રકમાં મગફળીની રપ૦ બોરીઓ ભરાય છે. દિવસમાં એક વખત ભરાય જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ૬ કેન્દ્રો પર આવેલ. આજ સુધી ૯૧૦ ખેડૂતો પાસેથી ૧૩પ૯૦.૪૧ કવીન્ટલ મગફળી ખરીદાય છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.