02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / હરતું-ફરતું શહીદ સ્મારક, આ ભારતીય યુવાને શરીર પર 577 શહીદોના નામના ટેટૂ ચિતરાવ્યા

હરતું-ફરતું શહીદ સ્મારક, આ ભારતીય યુવાને શરીર પર 577 શહીદોના નામના ટેટૂ ચિતરાવ્યા   17/11/2018

વ્યવસાયે ઇન્ટિરિયર ડિઝાઇનર અભિષેકે ગૌતમે શરીર પર પુત્રના નામનું ટેટૂ બનાવડાવ્યું. 30 વર્ષિય ગૌતમને એક દિવસ એવું મહેસૂસ થયું કે, આપણી સેનાના જવાન માતૃભૂમિને કેટલો પ્રેમ કરે છે કે તેના માટે પ્રાણ આપવામાં પણ પીછેહઠ નથી કરતા. આ વિચારીને ગૌતમે દેશની રક્ષા માટે જિંદગીનું બલિદાન દેનાર શહીદોના નામનું ટેટૂ બનાવડાવવાનું વિચાર્યું. આ માટે ગૌતમે 8 દિવસ સુધી રોજ 6 કલાક બેસીને કારગિલના 577 શહીદના નામના ટૂટૂ શરીર પર ચિતરાવ્યાં. આ દરમિયાન તેને પીડા પણ સહન કરવી પડી. આ પીડામાં તેને તાવ પણ આવી ગયો તેમજ છતાં પણ તેને 577 શહીદના નામ, ઇન્ડિયા ગેટ અને શહીદના સ્મારકને ટૂટૂના માધ્યમથી તેના શરીર પર કાયમ કર્યાં
 
મૂળ મેરઠનો અને હાલ હાપુડ નિવાસી અભિષેક ગૌતમ ખુદ હરતું ફરતું શહીદનું સ્મારક બની ગયો છે. અભિષેક ગૌતમે આટલાથી ન રોકાયો. તે શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદોના પરિવારને પણ મળી રહ્યો છે. તે બાઇક પર હજારો કિલોમીટરની યાત્રા કરીને શહીદોના પરિવારને મળી રહ્યો છે. તેની આ અભિયાન અંતર્ગત તે બુડકિયા ગામ પહોંચ્યો. જ્યાં તે શહીદના પરિવારને મળ્યો અને વીર સપૂતને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા.

Tags :