બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજ એક દીવસ બંદ રખાયા...

બટાકાના ભાવ અચાનક ગગડી જતા તેમજ અન્ય રાજ્યોમાં અને રાજયનાં અન્ય સેન્ટરોમાં વેપારીઓ યોગ્ય ભાવ ન આપતાં બટાટામાં મોકલવામાં આવતી ગાડીઓમાં નુકશાન આવતાં આજે ૨૦૦ થી વધુ કોલ્ડસ્ટોર માલિકોએ બંધ પાળ્યો હતો.
 
દેશભરમાં બટાટાના હબ બનેલા બનાસકાંઠા જિલ્લામાં બટાકાના સંગ્રહ માટે ૨૦૦ થી વધુ કોલ્ડ સ્ટોરેજો આવેલા છે. છેલ્લા ચાર વર્ષથી બટાકામાં સતત મંદી રહી હતી જેથી કોલ્ડ સ્ટોરેજ સંચાલકો અને વેપારીઓની કમર આર્થિક રીતે ભાગી જવા પામી હતી. ચાલુ વર્ષે શરૂઆતમાં ભાવો સારા મળતા કોલ્ડ સ્ટોરેજ માલિકોને આંશિક રાહત થઈ હતી. હાલમાં ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાંથી દરરોજની 400થી વધુ ટ્રક મારફત બટાકા તમિલનાડુ, કર્ણાટક,આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના ગુજરાત નાં અમદાવાદ,સુરત,રાજકોટ સહીતનાં સેન્ટરોમા મોકલવામાં આવે છે. જોકે છેલ્લા એકાદ સપ્તાહથી બટાકા ના ભાવ ગગડી જતા તેમજ અન્ય રાજ્યોમાંથી વેપારીઓ દ્વારા પેમેન્ટ લેટ આવવાના કારણે તેમજ ગુજરાત નાં સુરત,અમદાવાદઃ, રાજકોટ સહિત નાં સેન્ટરો મા વેપારીઓ દ્રારા મોકલવામાં આવતી બટાટા ની ગાડીઓ નાં પુરતા ભાવ આપતાં નથી જેથી વેપારીઓ ને નુકશાન થતા આજે  બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા ૧૮ નવેમ્બર રવિવારે એક દિવસનો બંધ પાળ્યો હતો બંધમાં બનાસકાંઠા જિલ્લાના તમામ 200થી વધુ કોલેજો જોડાયા હતા. જેના કારણે અન્ય રાજ્યો તેમજ ગુજરાત નાં સેન્ટરો મા દૈનિક 400થી વધુ ટ્રક માલ જતો હતો તે રોકાઈ જવા પામ્યો હતો.કોલ્ડ સ્ટોરેજ સંચાલકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસથી ભાવ ખૂબ નીચે ગયા છે તેમજ માર્કેટમાં માલ વધુ પ્રમાણમાં જઈ રહ્યો હોવાથી વેપારીઓ દ્વારા પેમેન્ટ લેટ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે સમગ્ર જિલ્લાના  સ્ટોરેજો એક દિવસ બંધ રાખવાનો નિર્ણય કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા લેવાયો હતો. હજુ પણ પરિસ્થિતિ સામાન્ય નહી બને તો આગામી સમયમાં પણ સ્ટોરેજો બંધ રાખવાનો નિર્ણય એસોસિએશન દ્વારા કરાશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.