02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / સુવર્ણ શક્તિપીઠ અંબાજીમાં આજથી આસો નવરાત્રીનો પ્રારંભ,મંદિરના સમયમાં ફેરફાર

સુવર્ણ શક્તિપીઠ અંબાજીમાં આજથી આસો નવરાત્રીનો પ્રારંભ,મંદિરના સમયમાં ફેરફાર   10/10/2018

સુવર્ણ શક્તિપીઠ અંબાજીમાં આજથી આસો નવરાત્રીનો પ્રારંભ,મંદિરના સમયમાં ફેરફાર 
 
          શક્તિ ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી અરાવલી પહાડોમાં  આવેલું માં જગતજનનીનું આદ્યશક્તિપીઠ ધામ તરીકે ભારતભરમા જાણીતુ છે. અંબાજી મંદિર પર 358 સુવર્ણ કળશ લાગેલા હોઈ આ મંદિર દેશભરમાં  ગોલ્ડન ટેમ્પલ તરીકે જાણીતું બન્યુ છે. અંબાજી મંદિરમાં આજથી ઘટ સ્થાપન સાથે આસો નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી તમામ તૈયારીઓ પરીપૂર્ણ થઇ ગઈ  છે ,અંબાજી મંદિરમાં નવરાત્રીના તહેવારમાં દર્શનના સમયમા ફેરફાર કરવામાં આવ્યો છે.  મંદિરના ચાચરચોકમા રાતે 9 વાગ્યે ગરબારાસ ખેલૈયાઓ દ્વારા રમાશે. અંબાજી નવયુવક મંડળ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સહયોગ થી રોજ નવા નવા કલાકારો આવી અંબાજી મંદિરમા ગરબા ગાશે. 
  એક અહેવાલ મુજબ અંબાજી મંદિરમાં નવરાત્રી સમયે રોજના 2 લાખ કરતા વધુ ભક્તો આવતા હોય છે અને નવ દિવસ સુધી ભક્તો માતાજીના મંદિરમાં ભક્તિ કરી માતાજી ની આરાધના કરતા હોય છે અંબાજી મંદિરમાં બપોરે માતાજીને સોનાની થાળીમાં રાજભોગનો થાળ ધરાવવામાં આવે છે અને ત્યારબાદ બપોરે મંદિર ખુલી સવા ચાર વાગે બંધ થાય છે.
શક્તિપીઠ અંબાજી મંદિરમા આસો નવરાત્રી ,અંબાજી મંદિર ટ્ર્સ્ટ તરફથી આસો સુદ એકમથી દર્શનના સમયમા ફેરફાર કરવામાં આવેલ છે. જેમાં સવારે મંગળા આરતી :- 7:30 થી 8:00,સવારે દર્શન :- 8:00 થી 11:30,રાજભોગ થાળ સોના ની થાળી મા :- 12:00 વાગે,બપોરે દર્શન :- 12:30 થી 4:15,સાંજે આરતી :- 6:30 થી 7:00,સાંજે દર્શન :- 7:00 થી 9:00 વાગે સુધી રહેશે.
 
 
 
 
 

Tags :