02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ધાનેરી ગામે પ્રેમી યુગલ ફીનાઇલ પી જતાં ચકચાર

ધાનેરી ગામે પ્રેમી યુગલ ફીનાઇલ પી જતાં ચકચાર   11/07/2019

પાલનપુર : દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામની પ્રાથમિક શાળામાં વહેલી સવારે એક પ્રેમી પંખીડાએ ઝેરી પ્રવાહી પી ને મોત ને વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પ્રેમીપંખીડાની હાલત લથડતા તેઓને સારવાર અર્થે પાલનપુર સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામના ૨૭ વર્ષીય મકવાણા વિનોદભાઈ કાંતિભાઈ નામના યુવકને  ભાડલી(ઝાત) ગામની ૧૯ વર્ષીય યુવતી પિંકી ડોડીયા સાથે આંખો મળી જતા તેઓ વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી પ્રેમ સબંધ ચાલતો હતો. સાથે જીવવાનો એકમેકને કોલ આપી ચૂકેલા પ્રેમી પંખીડાના લગ્ન તેમના પરિવારજનોને મંજુર ન હતા. જેથી  પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરવા માટે બુધવારની વહેલી પરોઢે ધાનેરી ગામની પ્રાથમિક શાળામાં જઇ ઝેરી પ્રવાહી ગટગટાવી દીધું હતું. જે બાદ બંનેની હાલત લથડતા શાળામાં લથડીયા ખાતા હોઈ વિધાર્થીઓ દ્રારા ગામલોકો ને જાણ કરવામાં આવી હતી. 
બનાવની જાણ થતાંજ  લોકો દોડી આવ્યા હતા અને  પ્રેમીપંખીડાને ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર અર્થ પાલનપુરની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Tags :