વિશ્વની સૌથી મોટી લોકશાહીનાં મહાપર્વનો પ્રારંભ : પ્રથમ તબક્કામાં 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન

વિશ્વની સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ આજથી શરૂ થઈ ગયો છે. ૨૦ રાજયોની ૯૧ લોકસભા  બેઠકો માટે હાલ મતદાન શરૂ થઈ ગયું છે. કુલ ૧૨૭૯ ઉમેદવારો મેદાનમાં છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુર લોકસભા બેઠકના પોલીંગ બૂથ સંખ્યા ૨૧૬ પર આજે સવારે ૭ વાગે જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. અલગ અલગ રાજયોના પોલિંગ બૂથો પર મતદારોની લાંબી લાઈન જોવા મળી રહી  છે. લોકો સવારથી જ મતદાન કરવા પહોંચી રહ્યાં છે.
લોકસભા ચૂંટણીના સાત તબક્કામાંથી પહેલાં તબક્કાના મતદાન માટે આજે વોટિંગ શરૂ થઈ ગયું છે. પહેલાં તબક્કામાં 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 સીટો પર મતદાન થવાનું છે. કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે. તેમનો નિર્ણય 14 કરોડ 20 લાખ 54 હજાર 978 મતદાતાઓ કરશે. તેમાં 7 કરોડ 21 લાખ પુરુષ મતદાતા અને 6 કરોડ 98 લાખ મહિલા મતદાતા છે. તેમના માટે કુલ 1.70 લાખ મતદાન કેન્દ્ર બનાવવામાં આવી રહ્યા છે. આજે જે 91 સીટો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી 33 સીટો પર બીજેપી અને કોંગ્રેસની સીધી ટક્કર છે.
પહેલાં તબક્કામાં 10 રાજ્યોની દરેક સીટો પર આજે મતદાન પુરૂ થઈ જશે. જ્યારે આંધ્રપ્રદેશ વિધાનસભાની 175, અરુણાચલ પ્રદેશની દરેક 60, સિક્કિમની દરેક 32, ઓરિસ્સાની 147માંથી 28 વિધાનસભા સીટ માટે પણ ગુરુવારે મતદાન કરવામાં આવશે.
પહેલાં તબક્કામાં 91માંથી 33 લોકસભા સીટ એવી છે જ્યાં કોંગ્રેસ-બીજેપી અથવા એનડીએ-યુપીએ વચ્ચે સીધી ટક્કર છે. તેમાં સૌથી વધારે 7 મહારાષ્ટ્રની સીટો છે. પાંચ-પાંચ સીટો આસામ અને ઉત્તરાખંડ અને ચાર સીટો બિહારની છે. 35 એવી સીટો પર મતદાન થશે જ્યાં મુખ્યદળના ત્રણથી ચાર ઉમેદવારો સામ સામે છે. તેમાં સૌથી વધારે 25 સીટો આંધ્રપ્રદેશની છે. બીજી બાજુ ટીડીપી, વાયએસઆરસીપી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. આંધ્રમાં 3 કરોડ 9 લાખ મતદારો છે. જ્યારે 8 સીટ ઉત્તર પ્રદેશની છે. જ્યાં ભાજપ, કોંગ્રેસ સિવાય સપા-બસપા-આરએલડીએ તેમના સંયુક્ત ઉમેદવારો ઉતાર્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.