02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ગુજરાતમાં આગામી ૪ દિવસમાં વરસાદની શક્યતા

ગુજરાતમાં આગામી ૪ દિવસમાં વરસાદની શક્યતા   05/10/2018

દક્ષિણના 
કેરળ અને અન્ય દરિયા કિનારાના વિસ્તારો ઉપર અપર એર સરક્યુલેશનની સ્થિતિ સર્જાયેલી છે તેના કારણે દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે ગુજરાતનાં ૧૧ શહેરમાં ગરમીનો પારો ૩૭ ડિગ્રીથી વધુ નોંધાયો હતો.અરબી સમુદ્રમાં સક્રિય થયેલા સાઈક્લોનની અસરથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી ૪-૫ દિવસ હળવાથી મધ્યમ વરસાદની થવાની શક્યતા છે. ગુજરાતમાં ગુરુવારે ભુજમાં સૌથી વધુ ૪૦.૬ ડિગ્રી ગરમી નોંધાઈ હતી.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં એક ડિપ ડિપ્રેશન ઉભુ થઈ રહ્યું છે. તે ધીરે ધીરે ગુજરાતના દરિયા તરફ ગતિ કરી રહ્યું છે. જેની અસર ગુજરાત પર થઇ શકે છે. પરંતુ તે કેટલું તાકાતવર હશે તે વિશે હાલ કહી શકાય તેમ નથી. અરબી સમુદ્રમાં મુંબઈથી નીચેના ભાગે એક સિસ્ટમ આકાર લઈ રહી છે. તે સાયક્લોનનું ફોરમેશન ૭મી ઓક્ટોબરની આસપાસ થશે.ફોરમેશન બાદ તેની ડેન્સિટી અને તેની ચોક્કશ દિશા, તાકાત વગેરેનો અંદાજ લગાવી શકાશે. જોતે સિસ્ટમ મજબુત રહેશે તો તેની અસર ગુજરાતના દરિયા કિનારે વધુ થાય તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમ વિખરાઈ જાય તો પણ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે.

Tags :