ટીવીમાં સિરિયલ પર ચાલી રહેલા સુઈસાઈડ સીનને જોઈને 14 વર્ષના કિશોરે કર્યું સુઈસાઈડ

ગ્વાલિયર: ટીવી પર સીરિયલમાં સુસાઈડ સીન જોઇને સોમવારની સવારે 14 વર્ષના કિશોરે ફાંસી લગાવી લીધી. કિશોરે તેની માના દુપટ્ટાનો ફંદો બનાવીને તેના ગળામાં નાખ્યો અને ગોળ-ગોળ ફરવા લાગ્યો. તેની 8 વર્ષની બહેન અને નાનો ભાઇ પણ નજીકમાં રમી રહ્યાં હતા. દુપટ્ટો ગળામાં ફિટ ચસોચસ બેસી ગયો અને તેને ફાંસી લાગી ગઈ. થોડા સમય તો તે તરફડિયા મારતો રહ્યો અને પછી આંખો બંધ થઇ ગઈ. બહેન દોડીને ફાંસીનો ફંદો કાઢવા લાગી પરંતુ તેનાથી કંઇ થઈ ન શક્યું તેણે મદદ માટે પાડોશીને બોલાવ્યા જો કે ત્યાં સુધીમાં તેનું મોત થઇ ચૂક્યું હતું. આ ખતરનાક ઘટના ગોલા મંદિર વિસ્તારની છે.
 
ભિંડમાં રહેનાર પુત્તુલાલ શાક્ય ખેડૂત છે. આ ખેડૂતના પત્ની અને સંતાન ગ્વાલિયરમાં જ રહેતા હતા. બાળકોના શિક્ષણ માટે પિતાએ પત્ની સહિત બાળકોને ગ્વાલિયર શિફ્ટ કર્યાં હતા. બાળકોની માતા પણ નોકરી કરતી હતી. માતા જ્યારે 10 વાગ્યે નોકરી પર જતી રહી તો ત્રણેય બાળકો એક રૂમમાં રમતા હતા. આ સમયે 14 વર્ષિય મનીષ તેમના બંને નાના ભાઇ બહેન સાથે રમતો હતો અને ટીવી પણ જોતા હતા. ટીવીમાં એક સીન સુસાઈડનો આવ્યો. જેને મનીષે જોયો. મનીષે આ સીન જોયા બાદ માનો દુપટ્ટો ઉઠાવ્યો અને રૂમમાં બાંધેલા તાર પર બાંધ્યો અને ફંદો બનાવીને તે ગળામાં નાખ્યો અને ગોળ -ગોળ ફરવા લાગ્યો. મનીષના ગળામાં ફંદો ચુસ્ત રીતે બેસી ગયો અને તે તરફડિયા મારવા લાગ્યો. નાની 8 વર્ષિય બહેને આ સીન જોયું અને તેને ભાઇને બચાવવાની કોશિશ કરી પરંતુ તેનાથી ફંદો છુટી ન શક્યો. તેણે પાડોશીને મદદ માટે બાલાવ્યો. પાડોશી દોડીને આવ્યા. મનીષને ફંદા પરથી ઉતાર્યો અને જમીન પર સૂવાડયો. એમ્બ્યુલન્સ બોલાવીને તાબડતોબ પાડોશીએ તેને હોસ્પિટલ પહોંચાડ્યો અને આ બાજુ તેના માતા-પિતાને પણ જાણ કરી. જો કે કિશોરને બચાવી ન શકાયો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.