02744-220264, 222764       rakhewal@gmail.com
Home / રાષ્ટ્રીય / મહિલાને પ્રેગનન્ટ જણાવી 8 મહિના સુધી કરી સારવાર, 9મા મહિને દુઃખાવો વધતાં સ્કેન કર્યું તો ખુલી ડોક્ટરની પોલ, પેટમાં નીકળ્યું ટ્યૂમર

મહિલાને પ્રેગનન્ટ જણાવી 8 મહિના સુધી કરી સારવાર, 9મા મહિને દુઃખાવો વધતાં સ્કેન કર્યું તો ખુલી ડોક્ટરની પોલ, પેટમાં નીકળ્યું ટ્યૂમર   31/07/2018

અહીંયા એક મહિલાએ તેની સારવારમાં ભયંકર બેદરકારી દાખવવાનો આરોપ લગાવીને ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મામલો હાલ મદ્રાસ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. પીડિત મહિલાએ જણાવ્યું કે માર્ચ, 2016માં જ્યારે તેનો માસિકધર્મ અનિયમિત થયો તો તેણે ડોક્ટરને બતાવ્યું. તપાસ પછી ડોક્ટરો કહ્યું કે તે પ્રેગનન્ટ છે. 8 મહિના સુધી તેની સારવાર ચાલી, પરંતુ ત્યારબાદ જાણ થઇ કે મહિલા પ્રેગનન્ટ નથી, પરંતુ તેને ટ્યૂમર છે. હવે કોર્ટે મહિલાના મેડિકલ રિપોર્ટ અંગે સ્પષ્ટીકરણ માંગ્યું છે.
 
પીડિતાએ જણાવ્યું કે માર્ચ, 2016માં ડોક્ટરોએ કહ્યું હતું કે તે પ્રેગનન્ટ છે અને તેના કારણે તેને પેટમાં દુઃખાવો થઇ રહ્યો છે. પછી તે જ ડોક્ટર પાસે તેણે સારવાર લીધી. વચ્ચે જ્યારે દુઃખાવો વધી જતો તો ડોક્ટર સ્કેન કરતા અને જણાવતા કે બાળક બિલકુલ ઠીક છે. પરંતુ, 21 નવેમ્બરના રોજ તેના પેટમાં ભયંકર દુઃખાવો થયો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
 
એડમિટ થયા પછી જાણ થઇ કે તે પ્રેગનન્ટ નથી પરંતુ તેના પેટમાં એક નાનકડું ટ્યૂમર છે. ત્યારબાદ પીડિતાએ બીજી જગ્યાએ પણ સ્કેન કરાવડાવ્યું. ત્યાં પણ ટ્યૂમર હોવાની પુષ્ટિ થઇ. મહિલાનો આરોપ છે કે ડોક્ટરે મેડિકલ રિપોર્ટ સહિત અન્ય ડોક્યુમેન્ટ્સ ગાયબ કરી દીધા છે. મહિલાએ ડોક્ટર વિરુદ્ધ એક્શન લેવાની માંગ કરી છે અને સાથે વળતર તરીકે રૂ.5 લાખ પણ તેણે માંગ્યા છે.

Tags :