02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Patan / પાટણ બેઠક માટે ઉમેદવારની પસંદગી મામલે ભાજપ-કોંગ્રેસનું કોકડું ગુંચવાયુ

પાટણ બેઠક માટે ઉમેદવારની પસંદગી મામલે ભાજપ-કોંગ્રેસનું કોકડું ગુંચવાયુ   23/03/2019

 
 
ઠાકોર સમાજના મતોથી પ્રભુત્વ ધરાવતી પાટણ લોકસભાની બેઠક ઉપર ઉમેદવાર નક્કી કરવા જે જીતી શકે તેવા ઉમેદવારને દિલ્હી બોલાવી મનાવવા મોવડી  મંડળ પ્રયાસ કરી રહયો છે.  પણ આવા ઉમેદવાર ચૂંટણી લડવા તૈયાર નથી. ભાજપમાંથી કેબીનેટ મંત્રી દિલીપભાઇ ઠાકોરને આ બેઠક લડવા સમજાવવા ખુબ જ પ્રયત્નો થઇ રહયા છે. પણ તેમની અનીચ્છાએ બીજા ઉમેદવારને મુકી ભાજપ આ બેઠકનું જોખમ ખેડવા માંગતું નથી. ત્યારે મહેસાણાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોર મહેસાણાના જુગલ ઠાકોર, પૂર્વ ધારાસભ્યશ્રી ભાવસિંહ ઠાકોર, ખેરાલુના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય ભરતજી ડાભી વિ. ઉમેદવારોની ઉમેદવારી કરવા લાંબી લાઇન લાગી છે. ત્યારે જીતતો ઉમેદવાર અને પ્રજાની પસંદગીનો ઉમેદવાર દાવેદારી કરવાની જ ના પાડે છે. જે બાબતે આજે પણ ભાજપ મુંઝવણ અનુભવી રહયું છે. કોંગ્રેસમાં પણ દાવેદારોની લાંબી લાઇન લાગી છે. પણ જીતે તેવા લોકપ્રિય ઉમેદવાર જગદીશ ઠાકોરની ઉમેદવારની જાહેરાત પણ થઇ ગઇ તેમને મનાવી લેવામાં આવ્યા પણ ફરી બે ઉમેદવારોના નામ પક્ષ પાસે છે તેમાં જગદીશ ઠાકરોને કોંગ્રેસ જીતના ઉમેદવાર માને છે પણ દિવસે દિવસે તેમની ઉમેદવારી સામે કોકડું ગુંચવાતું જાય છે ત્યારે આજે એક નવું નામ ચર્ચામાં આવ્યું છે. જે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરનું છે. જે જગદીશ ઠાકોરના ચેલા ગણાય છે. પણ રાજકારણમાં ચેલો ગુરૂ કરતા સવાયો થતો જણાઇ રહયો છે.

Tags :