ડીસા તાલુકાના ખેડૂતોને બેંકો દ્વારા ભારે અન્યાય અછત સહાય બારોબાર લોનમાં જમા લઇ લીધી

ડીસા તાલુકામાં ગત ચોમાસુ સિઝનમાં નહીવત વરસાદ થતાં સિઝન નિષ્ફળ નિવડી હતી. તેમ છતાં ખેડૂતોએ સારી સિઝનની આશાએ બેંકમાંથી લોન કે દેવું કરીને પણ શિયાળુ વાવેતર કર્યું હતું. સદ્દનસીબે હવામાન અનુકૂળ રહેતાં બમ્પર ઉત્પાદન થયું છે પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતાં નથી. તેથી ખેડૂતોની હાલત ઠેરની ઠેર છે ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોના હીતમાં અછતની એકર દીઠ રૂ. ૬,૭૦૦ ની સહાય તેમના બેંક ખાતામાં જમા કરી છે પરંતુ બેંક લોન ભરવાને બે મહીના બાકી હોવા છતાં બેંકો ખેડૂતોની જાણ બહાર અછતની સહાય ખેડૂતોની લોનમાં ભરપાઇ કરી દીધી છે. તેથી 'પડતાં ઉપર પાર્ટુ પુરવાર થતાં ખેડૂતો આ બાબતે બેંકમાં રજૂઆતો કરતાં મેનેજરો ઉધ્ધત વર્તન કરતાં જગતના તાત ગણાતા ખેડૂતો મજબૂર અને લાચાર બની ગયા છે. ચૂંટણી ટાંણે ખેડૂતોની આ કનડગત માઠા પરિણામો સર્જે તો નવાઇ નહીં. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.