02744-220264, 222764       rakhewal@gmail.com
Home / રાષ્ટ્રીય / અકસ્માતમાં તૂટી મહિલાની કરોડરજ્જુ, પતિએ છોડી દીધો સાથ, ભાઈઓ ઘરમાં ICU બનાવી કરી રહ્યા છે સારવાર

અકસ્માતમાં તૂટી મહિલાની કરોડરજ્જુ, પતિએ છોડી દીધો સાથ, ભાઈઓ ઘરમાં ICU બનાવી કરી રહ્યા છે સારવાર   01/08/2018

 કુમાવત પરિવાર 5 મહિનાથી 40 વર્ષની દીકરી માયાદેવીની સેવા કરી રહ્યો છે. માયા 16 ફેબ્રુઆરીના રોજ અમદાવાદથી પિયર આવતી વખતે અકસ્માતનો શિકાર બની હતી. તે જે બસમાં હતી તે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ. તેમાં માયાની કરોડરજ્જુનું હાડકું તૂટી ગયું. ગંભીર હાલતમાં ઉદયપુરમાં તેનો ઇલાજ ચાલ્યો. અમદાવાદમાં પણ 3 મહિના દાખલ કરવામાં આવી. ત્યાંના ડોક્ટરોએ જવાબ આપી દીધો હતો. અત્યારે તેનું આખું શરીર સ્થિર છે, પરંતુ ગરદનના ઉપરના હિસ્સામાં હલચલ થવા લાગી છે. આ જ હલચલ પિતા ઓમકારલાલ, 3 ભાઈઓ તેમજ પરિવારના અન્ય લોકોની આશાઓને જીવંત રાખી રહી છે. હવે પરિવારે ઘરમાં જ ICU જેવી સિસ્ટમ બનાવી દીધી છે. માયાના લગ્ન રાયપુરમાં થયા હતા. તે પતિ સાથે અમદાવાદમાં રહેતી હતી.

Tags :