02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / વિજયનગરના દઢવાવ ગામમાં તાલુકા કક્ષાના ૭૦ માં પ્રજાસત્તાક દિનની ઊજવણી

વિજયનગરના દઢવાવ ગામમાં તાલુકા કક્ષાના ૭૦ માં પ્રજાસત્તાક દિનની ઊજવણી   28/01/2019

 
 
 
 
 
 
                      વિજયનગર તાલુકાના દઢવાવ ગામમાં તાલુકા કક્ષાના ૭૦ માં પ્રજાસત્તાક દિનની ઊજવણી કરવામાં આવી. આજ રોજ ૨૬/૦૧/૨૦૧૯ વાર શનિવારે પ્રજાસતાક દિન નિમિતે ધ્વજવંદન વિજયનગર મામલતદાર ના પી.જી. ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું. આ ઉપરાંત આ ધ્વજવંદન સમારોહમાં તાલુકા કક્ષાના મોટાભાગના બધા  અધિકારીઓ  જેવા કે  વિજયનગર મામલતદાર ,વિજયનગર આર.એફ.ઓ વી.કે.પટેલ, તાલુકાવિકાસ અધિકારી બાબુભાઇ પટેલા દઢવાવ સ્કૂલના આચાર્ય અને ચંચાલક જશુભાઈ મોઢપટેલ ,જિલ્લા સદસ્ય રાજુભાઈ ડોણ, દઢવાવ ગામના સરપંચ ગણપતભાઈ ડામોર તથા ગામનાં મોટાભાગના આગેવાનો હાજર રહ્યાં હતાં. અને પ્રજાસતાક કાર્યક્રમની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી
આ દિવસ નિમિતે શાળાના શિક્ષકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતાં અને છેલ્લે આ કાર્યક્રમનું સમાપન મામલતદારે વૃક્ષારોપણ કરી પૂરુ કર્યુ હતું.

Tags :