400 રૂપિયાના પગારદારે બનાવી 1600 કરોડની કંપની, પ્રોવિડન્ટ ફંડ ડિફોલ્ટ મામલે ફ્રોડમાં થઈ ધરપકડ

Ess Dee Aluminum Pvt Ltd નામની લગભગ 1600 કરોડની કંપની ઊભી કરનાર પશ્ચિમ બંગાળના દુર્ગાપુરના સુદીપ દત્તાની કહાણી ગણી ઉતાર-ચઢાવથી ભરેલી છે. સુદીપ દત્તા માત્ર 12મા ધોરણ સુધી જ ભણ્યા છે. આ શિક્ષણના જોરે તેમણે પોતાના ક્લાઈન્ટ્સમાં Nestle, GlaxoSmithKline, અને Sun Pharmaceuticals Ltd જેવી એમએણસીજી(ફાસ્ટ મૂવિગ કન્ઝૂમર ગુડ્સ) કંપનીઓને સામેલ કરી લીધી. 17 વર્ષની ઉંમરે સુદીપે તે સમયે મુંબઈ પહોંચી ગયા હતા જ્યારે પિતા અને મોટા ભાઈએ દુનિયા છોડી દીધા બાદ પરિવારના સાત સભ્યોની જવાબદારી તેમના ખભે આવી ગઈ હતી. એન્જિનિયર બનવાનું સપનું જોનારા સુદીપે 1889માં એક પેકેજિંગ કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું, જ્યાં તેમને માત્ર 400 રૂપિયા પ્રતિ માસ પગાર મળતો હતો.
 
સુદીપ એક દિવસમાં 40 કિમી ચાલતા અને 20 લોકોથી ભરેલા રૂમમાં રહેતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સુદીપ જે કંપનીમાં કામ કરી રહ્યો હતો, તે ખોટમાં જઈ રહી હતી અને બંધ થવાની હતી. તેમણે થોડા બચાવેલા રૂપિયા અને થોડા ઉધાર લઈને 16 હજાર રૂપિયામાં મેન્યુફેક્ચરિંગ એકમના માલિસ સાથે એક શેરિગ પ્રોફિટ એગ્રિમેન્ટ પર હસ્તાક્ષર કરીને ખરીદી લીધી. તેમણે ફાર્મા અને પેકેજિંગ કંપનીઓની જરૂરિયાતો અંગે જાણ્યું અને હાથ અજમાવ્યો.
 
સુદીપે પોતાના નાના એવા રોકાણની કંપનીને મોટી રોકાણકાર કંપનીમાં તબ્લીદ કરવાનો નિર્ણય લીધો. India foils, Jindal Ltd. જેવી કંપનીઓની સામે સુદીપની કંપની નાની હતી, પરંતુ 2008માં સુદીપે 130 કરોડ રૂપિયામાં વેદાંતા ગ્રુપની ઈન્ડિયા ફોઈલ્સને ખરીદી લીધી. તે સમયે ઘણા પ્રોફેશનલ્સે સુદીપને આ સોદાને ખોટનો સોદો ગણાવ્યો હતો. સુદીપ આખરે ઈંડસ્ટ્રીમાં પોતાની Ess Dee કંપનીને દિગ્ગજોની યાદીમાં લાવવામાં સફળ રહ્યા.
 
સપ્ટેમ્બર 2017માં સુદીપ દત્તાની પ્રોવિડન્ટ ફંડ ડિફોલ્ટ મામલે ધરપકડ કરવામાં આવી. સુદીપ પર 42 લાખ રૂપિયા પ્રોવેડન્ટ ફંડ લેણાંનો આરોપ હતો, જેને લઈને કંપનીએ દાવો કર્યો હતો કે તે Kamarhati unit ના કર્મચારીઓને તેમની ચૂકવણી કરી ચૂકી છે. કામરહાટી યૂનિટ ઈન્ડિયા ફોઈલ્સના હસ્તાંતરણ સમયે તેનો જ ભાગ હતો.
 
ગત વર્ષે જૂનમાં દત્તાએ રાજ્યના નાણામંત્રીને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસના એક ધારાસભ્ય મદન મિત્રા દ્વારા ગુમરાહ કરાયેલા કર્મચારીઓનો સંસ્થા પ્રત્યે ઉગ્ર અને બિન સહકારી અભિગમ કામરહાટી યૂનિટ માટે કાયમ નુકસાનીનું કામ કરતો રહ્યો. દત્તાની સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે તેમને જર્મની સરકાર સાથે નાણાકીય વર્ષ 2014માં 450 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં સહકાર મળ્યો. ધિરાણકર્તાઓએ ઓછા સમય માટે રકમ આપી, પરંતુ કંપની દેવાના જાળમાં ફસાતી ગઈ અને પછી બધા મેન્યુફેક્ચરિંગ એકમો બંધ થઈ ગયા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.