પાલનપુર રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ હાથ ધરાયું

આગામી ૨૬મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી પાલનપુર ખાતે મુખ્યમંત્રીના સાનિધ્યમાં થવાની છે. આ ઉપરાંત ગાંધીનગર ખાતે યોજાનાર વાઈબ્રન્ટ સમિટને લઈને  રેલ્વે પોલીસ દ્વારા બામ્બ ડીસ્પોઝલ સ્કવોર્ડ સહીતના સ્ટાફની મદદથી પાલનપુર રેલ્વે સ્ટેશન ખાતે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.
ગુજરાત સરકાર દ્વારા ૨૬મી જાન્યુઆરી-પ્રજાસતાક દિન નિમિત્તે રાજ્ય કક્ષાનો ધ્વજ વંદન સમારોહ પાલનપુરમાં યોજાનાર છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. જેને પગલે વીઆઇપીઓની સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ત્યારે પાલનપુર રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસ દ્વારા  બોમ્બ ડીસ્પોજલના સાધનો તેમજ ડોગ સ્કવોર્ડની મદદ લઇ સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જોકે, કોઈ બામ્બ મુકાયાની ધમકીને પગલે આ કાર્યવાહી કરાઈ ન હોવાનું રેલવે પી.એસ.આઈ પી.એસ. ગૌસ્વામીએ જણાવ્યું હતું.
રેલવે પોલીસે પ્લેટફોર્મ બહાર ઉભેલા તમામ વાહનો તેમજ મુસાફરો ના સરસામાનનું ચેકીંગ હાથ ધરતા પાલનપુર રેલ્વે સ્ટેશન પોલીસ છાવણી માં ફેરવાઇ ગયુ હતુ. જોકે, ચેકીંગ દરમીયાન કોઇ શંકાસ્પદ વસ્તુ મળી ન હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.