"ઠાકોર સેનાનાં યુવાનોને ભાજપ ટાર્ગેટ કરી રહી છે"-અલ્પેશ ઠાકોર

સાબરકાંઠાનાં ઢૂંઢર ગામમાં ૧૪ વર્ષની માસુમ બાળકી ઉપર પરપ્રાંતીય દ્વારા રેપની ઘટના બની છે ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં જાણે કે લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે અને લોકો પરપ્રાંતીય લોકોને ગુજરાત છોડવા કહેતા હોય તેવાં મેસેજો સોસીયલ મીડિયામાં વાઈરલ થતાં જોવાં મળે છે. ત્યાર બાદ ગુજરાતનાં રાજકારણમાં પણ આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા જોવાં મળી રહ્યાં છે ત્યારે આ યુવતી ઠાકોર સમાજની હોઈ ઠાકોર સમાજ પરપ્રાંતીય લોકોને ભગાડી રહ્યાં છે તેવાં મેસેજો ફરી રહ્યાં છે.
 
જેમાં ધારાસભ્ય ગુજરાત ઠાકોર સેનાનાં અધ્યક્ષ અલ્પેશ ઠાકોર ઉપર પણ આક્ષેપો થઇ રહ્યાં છે. જેને લઈને અલ્પેશ ઠાકોર દ્વારા આજે એક પ્રેસનું આયોજન કરાયું હતું. જેમાં અલ્પેશ ઠાકોર દ્વારા ભાજપ ઉપર આક્ષેપો કરાયાં હતાં અને સાથે સાથે અલ્પેશે કહ્યું હતું કે, મને અને મારા ઠાકોર સેનાનાં યુવાનોને ફસાવામાં આવી રહ્યાં છે. ભાજપ અમને ટાર્ગેટ કરી રહી છે. અમે છેલ્લાં કેટલાંય સમયથી રોજગારી અને વ્યસન મુક્તિને લઇને લડી રહ્યાં છે.
 
અમે હજુ સુધી ગુજરાતની શાંતિ ડહોળાય તેવું કઈ કર્યું નથી. નાયબ મુખ્યમંત્રી દ્વારા અમારા ઉપર જે આક્ષેપો કરાયાં તે પરત લેવાં જોઈએ અને માફી માંગવી જોઈએ. અમે અમર કાર્યકર્મો પણ અત્યારે ૧૦ દિવસ પડતા મુકી દેવા તૈયાર છીએ. ગુજરાતમાં શાંતિ સ્થપાય ત્યાર બાદ અમે અમારા કાર્યકર્મો કરીશુ ને સાથે સાથે અલ્પેશે જણાવ્યું હતું કે મારા જે યુવાનો ઉપર જે પણ ખોટા કેસો કરાયાં છે.
 
તે કેસો ગુરુવાર સુધી પરત લઇ લેવાં જોઈએ નહીં તો ગુરુવારથી હું મારી ઓફીસ બહાર ખાલી પાણી ઉપર ઉપવાસ પર બેસવાનો છું. કોઈ સમય મર્યાદા વગર ઉપવાસ ઉપર બેસીશ તેમ પણ જણાવ્યું હતું. આ સાથે અલ્પેશ બિહારમાં પોતે સહપ્રભારી છે ત્યારે આ અંગે પ્રશ્ન પૂછતા અલ્પેશે જણાવ્યું હતું કે મારી રાજકીય પદની કોઈ લાલસા નથી મારા માટે મારો સમાજ પ્રથમ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.