બનાસકાંઠા લોકસભા : આવતીકાલે પાલનપુરમાં મત ગણતરી

પાલનપુર : લોકસભાની સામાન્યપ ચૂંટણી-૨૦૧૯ અન્વ યે આવતીકાલ તા.૨૩ મે, ગુરૂવારના રોજ મતગણતરી યોજાશે. ૨-બનાસકાંઠા લોકસભા બેઠકની મત ગણતરી પાલનપુર નજીક જગાણા એન્જિરનીયરીંગ કોલેજ ખાતે યોજાશે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા અને નિયમોનુસાર મત ગણતરી કરવા વહીવટીતંત્ર દ્વારા સુદ્રઢ વ્યસવસ્થા  કરવામાં આવી છે. જીલ્લાન ચૂંટણી અધિકારી અને કલેકટર સંદીપ સાગલેએ મત ગણતરીની તૈયારીઓ અંગે સ્થવળ મુલાકાત લઇ તૈયારીઓનું નિરીક્ષણ કર્યુ હતું. 
ઉલ્લેખનીય છે કે ૨-બનાસકાંઠા બેઠકની મત ગણતરી માટે ૭ વિધાનસભા વિસ્તારની બેઠકો પ્રમાણે દરેક વિધાનસભાના ગણતરી ખંડમાં ૧૪- ૧૪ ટેબલો રાખવામાં આવ્યા છે અને ઇટીપીબીએસ તથા બેલેટ પેપર માટે અલગ ખંડ રાખી તેની ગણતરીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મત ગણતરીની તમામ પ્રક્રિયા સીસીટીવી કેમેરાની નિગરાનીમાં થવાની છે. ઉમેદવારો, અધિકારીઓ, કર્મચારીઓ, મત ગણતરી એજન્ટો અને મિડીયાના મિત્રોને પ્રવેશ મેળવવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે સુચારૂ વ્યરવસ્થાજ ગોઠવવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરએ ઉપસ્થિવત અધિકારીઓને જણાવ્યું કે બનાસકાંઠા સંસદીય મતવિસ્તારની મત ગણતરી નિયમોનુસાર અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પુરતી કાળજી અને ચોક્કસાઇ રાખી જવાબદારીપૂર્વક કામગીરી કરીએ. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર એલ. બી. બાંભણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પંડ્‌યા સહિત મત ગણતરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.