02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / બાળકીઓને ભીખ મંગાવતી મહિલા સામે એક વર્ષે કાર્યવાહી, લાપરવાહ પોલીસ

બાળકીઓને ભીખ મંગાવતી મહિલા સામે એક વર્ષે કાર્યવાહી, લાપરવાહ પોલીસ   03/10/2018

અમદાવાદ: ઓગસ્ટ-ર૦૧૭માં લાલદરવાજા વિસ્તારમાં રૂપાલી સિનેમા પાસે ટ્રાફિક મહિલા પીએસઆઇએ એક મહિલાને ચાર સગીરા પાસે ભીખ મંગાવવાની પ્રવૃત્તિ કરતાં ઝડપી હતી.

આ મામલે રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા ઘટનાના મામલે સ્પષ્ટતા માગવામાં આવી હતી, જેમાં ટ્રાફિક એસીપીને તપાસ સોંપાતાં તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે સગીરા પાસે ભીખ મંગાવવા જેવી ગંભીર પ્રવૃત્તિ મામલે મહિલા વિરુદ્ધ જે તે સમયે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં મહિલા પીએસઆઇ અને કારંજ પોલીસ સ્ટેશનના પીએસઓએ કોઇ પણ પ્રકારની મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરી ન હતી.

બંને પોલીસકર્મીઓને આ મામલે નોટિસ પાઠવી હતી. આરોપી મહિલા સામે કાર્યવાહી કરવા માટે એક વર્ષ બે મહિના બાદ કારંજ પોલીસ સ્ટેશનને કાર્યવાહી કરવા જણાવાતાં ગઇ કાલે આરોપી મહિલા વિરુદ્ધ બાળકો પાસે ભીખ મંગાવવા બાબતનો ગુનો કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

આ અંગેની વિગત એવી છે કે હાલમાં ખાડિયા પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા મહેબૂબભાઇ ઇબ્રાહીમભાઇ અગાઉ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા.

હાલમાં ભાવનગર જિલ્લામાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા અને અગાઉ ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ. ચાવડાએ ૩ ઓગસ્ટ, ર૦૧૭ના રોજ લાલ દરવાજા, રૂપાલી સિનેમા પાસે ટ્રાફિક નિયમનના ભાગરૂપે ફરજ પર હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં ચાર સગીર બાળકીઓ સાથે કંચનબહેન વિજયભાઇ મારવાડી (ઉં.વ.૩પ, રહે. ગરીબ આવાસ યોજના, ઓઢવ)ને રિક્ષામાંથી ઝડપી હતી. તેની પૂછપરછ કરતાં કંચનબહેન ચારેય સગીરા પાસે શહેરના જુદા જુદા વિસ્તારમાં ભીખ માગવાની પ્રવૃ‌િત્ત કરાવતી હતી અને ભીખમાં મળેલા પૈસા તેમજ અન્ય ચીજવસ્તુ પોતાની પાસે રાખી લેતી હતી.

આ મામલે ચાઇલ્ડ હેલ્પલાઇનને જાણ કરાતાં તેઓ લાલ દરવાજા આવી પહોંચ્યા હતા અને તેઓએ ચારેય બાળકીઓનો કબજો લઇ લીધો હતો.

લાલદરવાજા વિસ્તારમાં બાળકો પાસે ભીખ મંગાવતી મહિલા ઝડપાઇ હોવાના સમાચાર વર્તમાનપત્રોમાં આવતાં ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચ દ્વારા સ્પષ્ટતા માગવામાં આવી હતી, જેની તપાસ ટ્રાફિક એસીપીને સોંપાઇ હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે હાલમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા અને જે તે સમયે મહિલાને ઝડપી લેનાર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ જે.એમ. ચાવડા અને કારંજ પોલીસ સ્ટેશનનના પીએસઓ મોહનભાઇ હીરાભાઇએ આરોપી મહિલા કંચનબહેન સામે કોઇ કાર્યવાહી કરી ન હતી. કાર્યવાહી ન કરી હોવાનો રિપોર્ટ સોંપવામાં આવતાં પોલીસ કમિશનરે ટ્રાફિક ડીસીપીને અધિકારી, કર્મચારી વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા.

બંને પોલીસકર્મીઓને માત્ર કારણદર્શક નોટિસ અપાઇ હતી. રિપોર્ટ બાદ આરોપી કંચનબહેન સામે કાર્યવાહી કરવા માટે કારંજ પોલીસને જાણ કરાઇ હતી. એક વર્ષ અને બે મહિના બાદ તપાસમાં ગંભીર બેદરકારી સામે આવતાં ગઇ કાલે આરોપી કંચનબહેન વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં મહેબૂબભાઇએ ભીખ મંગાવવાની પ્રવૃત્તિના અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

ચાર સગીર બાળકીઓ પાસે ભીખ મંગાવવા જેવી ગંભીર પ્રવૃત્તિ કરાવાઇ હતી અને જે તે સમયે એક જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીએ આરોપી મહિલા સામે કોઇ પ્રકારની કાયદેસરની કાર્યવાહી નહીં કરી બેદરકારી દર્શાવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની તપાસમાં અધિકારી-કર્મચારી દ્વારા ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું છતાં માત્ર તેઓને કારણદર્શક નોટિસ અપાઇ હતી.

કારંજ પોલીસ સ્ટેશનના પીઆઇ એફ. એમ. નાયબે જણાવ્યું કે, "જે તે સમયે ટ્રાફિક િવભાગમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇએ આરોપીને ચાર સગીરા સાથે ઝડપી હતી અને ખાતાકીય તપાસ બાદ મોડેથી ફરિયાદ નોંધાવાઈ છે."

Tags :