02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / સિદ્ધપુરમાં ટ્રેક્ટર ચાલકે કાબૂ ગુમાવતાં ઈંટો ભરેલું ટ્રેક્ટર વીજ થાંભલા પર ચડી ગયું

સિદ્ધપુરમાં ટ્રેક્ટર ચાલકે કાબૂ ગુમાવતાં ઈંટો ભરેલું ટ્રેક્ટર વીજ થાંભલા પર ચડી ગયું   25/01/2019

સિદ્ધપુર  આ દ્રશ્ય સિદ્ધપુરનું છે. અહીં અજીબોગરીબ ઘટના બની હતી. ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેક્ટર વિજળીના થાંભળા પર ચડી ગયું હતું. આ ઈંટો ભરેલું ટ્રેક્ટર પસવાદળની પોળ તરફથી આવી રહ્યું હતું. રૂદ્રમાળ સામે એડવોકેટ સંજીવન શર્માના ઘર આગળ આ બનાવ બન્યો હતો. ઘટના સમયે આસપાસ કોઈ ન હોવાથી જાનહાની ટળી હતી. આ ઘટના બનતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. જ્યારે આ અકસ્માત જોઈ લોકોમાં ભારે કુતુહલ ફેલાયું હતું. બનાવ બાદ થોડીવાર વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેસીબીની મદદથી ટ્રેક્ટરને હટાવાયું હતું અને વિજળી વિભાગના કર્મચારીઓએ વીજ પુરવઠાને ચાલું કર્યો હતો.

Tags :