02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / ઊંઝાના ગ્રામ્ય વિસ્તારના હજારો વીજ ગ્રાહકોને બીલો ભરવામાં થતી પરેશાની

ઊંઝાના ગ્રામ્ય વિસ્તારના હજારો વીજ ગ્રાહકોને બીલો ભરવામાં થતી પરેશાની   19/12/2018

 
 
 
 
              ઊંઝા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના હજારો વીજ ગ્રાહકોને બીલો ભરવા પાટણ રોડ ઉપર આવેલી વીજ કચેરી સિવાય શહેરમાં અન્ય જગ્યાએ બીલો ભરવા માટેની કોઇ જ વ્યવસ્થા નથી. આજના ડીઝીટલ યુગમાં ઊંઝા શહેરની મધ્યે વીજ બીલો ભરવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવે તેવી વીજ ગ્રાહકોની વ્યાપક માંગ ઉઠી છે.  ઊંઝા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના હજારો વીજ ગ્રાહકોને વીજ વપરાશના બીલોના પેમેન્ટ માટે ઊંઝા-પાટણ રોડ ઉપર આવેલ વીજ કચેરી ખાતે એક માત્ર કલેકશન સેન્ટર રાખવામાં આવેલ છે. જેના કારણે ઊંઝા તાલુકાના ગામડાંના લોકોને પાટણ રોડ પરની વીજ કચેરી ખાતે લાંબા થવું પડે છે. જ્યાં લાંબી લાઇનોમાં સમયનો વ્યય થાય છે. જેથી ઊંઝા શહેરમાં ગમે તે સ્થળે વિશેષ કલેકશન સેન્ટર ઉભુ કરવામાં આવે તો હજારો વીજ ગ્રાહકોને સમય અને નાણાંની બચત થઇ શકે તેમ છે.  

Tags :