ડીસામાં છકડો રીક્ષાનો અકસ્માત, 4 ઘાયલ અને એક વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે મોત

 
બનાસકાંઠામાં પશુઓના કારણે વધતા જતા અકસ્માતોમાં વધુ એક અકસ્માત કૂતરું આડુ આવી જતા સર્જાયો હતો. ડીસા તાલુકામાં જાવલ ગામથી ડીસા શહેર તરફ જઈ રહેલા છકડા રીક્ષા સામે અચાનક રસ્તા પર કૂતરુ આડુ આવી જતા અકસ્માત સર્જાયો હતો. કૂતરાને બચાવવા જતા છકડો પલ્ટી ખાઈ જતા રીક્ષામાં બેઠેલા ચાર લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં એક વૃદ્ધ મહિલા વિનુબેન હીરીજીભાઈ ઠાકોરનું ઘટના સ્થળે મોત નીપજ્યું. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.