02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / સુરતમાં પાગલનો આતંક:ગાડીઓના કાચ તોડ્યા

સુરતમાં પાગલનો આતંક:ગાડીઓના કાચ તોડ્યા   04/10/2018

સુરતમાં આવેલ પારસ પોલીસ ચોકીની પાછળ એક અસ્થિર મગજના વ્યક્તિએ ભારે આતંક મચાવતા ભયનો માહોલ સર્જાયો છે. આ અસ્થિર મગજના વ્યક્તિએ રાત્રિના સમયે ત્યાં ઉભેલી કેટલીક ફોરવીલ ગાડીઓના આગળ-પાછળના કાચ તોડી નાખીને ભારે નુકશાન પહોંચાડ્યુ હોવાનું જાણવા મળેલ છે. જે અંગેના સમાચાર વાયુવેગે પ્રસરી જતા અન્ય લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.
 
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ પારસ પોલીસ ચોકીની પાછળ સરકારી હાઈસ્કૂલની બાજુમાં ગતરાત્રે કેટલીક ગાડીઓ પાર્ક કરેલી હતી, જ્યાં આજે વહેલી પરોઢે આશરે ચાર વાગ્યાના સમય દરમિયાન એક અસ્થિર મગજના વ્યક્તિએ ગાડીઓના આગળ-પાછળના કાચ તોડી નાખી ગાડીઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
 
આ બાબતે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અહીં વહેલી સવારે આશરે ચાર વાગ્યાના સુમારે એક પાગલ વ્યક્તિ આવી ચડ્યો હતો. જે મન ફાવે તેમ અપશબ્દ બોલતો હતો અને પછી એને આ ગાડીઓ ઉપર કોઈક ભારે પદાર્થ નો ઘા કરી અને ગાડીઓના આગળ-પાછળના કાચ તોડી નાખ્યા હતા. જેમાં આશરે ત્રણ જેટલી ગાડીઓ ને નુકસાન પહોંચાડ્યું હતું. સ્થળ મુલાકાત લીધી ત્યારે ત્યાં બે ગાડીઓ ઉપસ્થિત હતી. આ પાગલ મનફાવે તેમ અપશબ્દો બોલવા લાગ્યો હતો, અને ત્યાંથી થોડી વારમાં પલાયન થઈ ગયો હતો. આ ઘટનાને લઇ સમગ્ર શહેરના વાહન માલિકો મા ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Tags :