સુરતની ફેશન ડિઝાઇનીંગ કોલેજમાં અનોખી રીતે કરાઇ રક્ષાબંધનની ઉજવણી

ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. જ્યારે દેશભરમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરતના એક ફેશન ડિઝાઈનિંગ કોલેજ ખાતે રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સ્વચ્છતાના સંદેશા આપતી રંગબેરંગી રંગોળી બનાવી અને ભાઈની કલાઈ પર રાખી બાંધી યુવા પેઢીએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી..
 
આજ ની યુવા પેઢીએ અનોખી રીતે સ્વચ્છ ભારત અભિયાન મિશન ઉપર સંદેશો આપતી રંગબેરંગી રંગોળી બનાવી હતી જેમાં સ્વચ્છતા જાળવીને સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ કચરાપેટી માં નાખવો અને રક્ષાબંધનના પાવન પર્વ પર ભાઈ એ બહેનની સાથે દેશને સ્વચ્છ રાખવાનો સંકલ્પ પણ કર્યો હતો. વિદ્યાર્થીઓએ રાખીની થાળીને પણ સુંદર રીતે ડેકોરેટ કરી અને રંગોળી બનાવી બધાને રક્ષા બંધન સેલિબ્રેશન ઉપર સ્વચ્છતાના સંદેશાથીં આશ્ચર્યચકિત કરી દીધા હતા
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.