02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ડીસા તાલુકાના દામા ગામેથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો

ડીસા તાલુકાના દામા ગામેથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો   07/08/2018

ડીસા તાલુકાના દામા ગામેથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો
 
 
ડીસા 
ડીસા તાલુકાના દામા ગામે રવિવારે સુનિલકુમાર મુક્તિલાલ ઠક્કર નામના ઇસમના ઘરે ડુપ્લિકેટ તમાકુનો જથ્થો હોવાની કંપનીના માણસોને અંગત બાતમી મળતા બે અલગ અલગ કંપનીના માણસોને મળતા તે બાબતે ડીસા તાલુકા મથકે આવી હકીકતની જાણ કરેલ અને તેમના જણાવેલ સ્થળ પર તાપસ કરવાનું કહેતા ડીસા તાલુકા પોલીસ મથકના સ્ટાફ સહિત દામા ખાતે સુનિલકુમાર મુક્તિલાલ ઠક્કરના ઘરે પહોંચી તાપસ કરતા તેઓના ઘરેથી કેશવ નામની ડુપ્લિકેટ તમાકુના અને અંબાલાલ નામની બ્રાન્ડની તમાકુના આમ કુલ મળી ૧૧ કટ્ટા મળી આવેલ તપાસ બાદ બંને અલગ અલગ બ્રાન્ડનો ડુપ્લીકેટ જથ્થો મળી આવતા કોપી રાઈટનો સુનિલકુમાર વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી ૨ ફરિયાદ નોંધાઈ.

Tags :