02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / સ્કીલ ઇન્ડીયા અંતર્ગત શ્રમ અને રોજગાર વિભાગની મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાનો વર્કશોપ યોજાયો

સ્કીલ ઇન્ડીયા અંતર્ગત શ્રમ અને રોજગાર વિભાગની મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાનો વર્કશોપ યોજાયો   10/08/2018

સ્વર્ણિમ ભવન,જિલ્લા પંચાયત પાટણ ખાતે શ્રમ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી રોજગાર અને તાલીમ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના ચાલુ કરવામાં આવી છે. તેના મુખ્ય ઉદ્દેશ અને હેતુંઓ શાળા છોડી ગયેલા ઉમેદવારો, આઇ.ટી. આઇ., ડીપ્લોમા, ડીગ્રી પાસ ઉમેદવારોને ખાનગી કે જાહેર ક્ષેત્રના ઉત્પાદન અને સેવાકિય એકમો ખાતે ઓન જોબ ટ્રેનીંગ આપવાનો છે. તેમજ જુદા જુદા વ્યવસાયોમાં ઔદ્યોગીક અને સેવાકીય એકમોના સહકારથી સૈધ્ધાંતિક તેમજ પ્રાયોગિક તાલીમ આપી ઉત્પાદન અને સેવાકીય એકમો માટે કુશળ માનવબળ ઉભો કરવાનો છે. જેની પ્રવેશ પ્રક્રિયા મુજબ એપ્રેન્ટીસશીપ તાલીમમાં જોડાવવા માટે વેબ પોર્ટલ  ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેના માટે વ્યક્તિનું પોતાનું ઇ-મેઇલ એકાઉન્ટ જરૂરી છે. આ ઉપરાંત આઇ.ટી.આઇ. ખાતે ઓફ લાઇન રજીસ્ટ્રેશન કરાવવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. અના માટે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ, આધારકાર્ડની નકલ, શાળા છોડયાના પ્રમાણપત્રની નકલઅને પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂરી છે. સરકાર દ્વારા એપ્રેન્ટીસની શૈક્ષણિક લાયકાત અનુસાર પ્રતિમાસ રૂ.૩૦૦૦/- થી રૂ.૪૫૦૦/- નું પ્રોત્સાહન આપવામાં આવે છે. કોઇપણ પ્રકારની તાલીમ ફી લેવામાં આવતી નથી. તાલીમ સાથે એપ્રેન્ટીસોને નિયમ મુજબ સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. અર્ધ કુશળ કારીગરોને આપવામાં આવતા લઘુતમ વેતન દરના પ્રથમ વર્ષે ૭૦ ટકા બીજા વર્ષે ૮૦ ટકા અને ત્રીજા વર્ષે ૯૦ ટકા ચુકવવામાં આવે છે. પ્રવેશ માટેની લાયકાત મુજબ ૧૪ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો આ તાલીમ યોજનામાં જોડાઇ શકે છે. ઓપ્સનલ વ્યવસાયોમાં લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૫ પાસથી વધુ લાયકાત ધરાવતા કોઇપણ ઉમેદવાર આ યોજના હેઠળ નિયત વ્યવસાયોમાં તાલીમ મેળવી શકે છે. એકમ ખાતે એપ્રેન્ટીસની ભરતી સમગ્ર વર્ષ દરમ્યાન થાય છે. છ માસથી બે વર્ષ સુધીનો સમયગાળો અલગ અલગ હોય છે. બેઝીક તાલીમ અને ઓનજોબ તાલીમ આપવામાં આવે છે. સફળ થયેલા એપ્રેન્ટીસોને જે તે વ્યવસાયનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર વૈશ્વિક માન્યતા ધરાવે છે. આ માટે નજીકની આઇ.ટી.આઇ. અને જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકાય છે. તેમજ કોલ સેન્ટર નં.૧૮૦૦ ૨૫૮ ૫૫૮૮ પર સંપર્ક કરી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે. મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના તા.૦૧/૦૪/૨૦૧૮ થી ચાલુ કરાઇ છે. 

Tags :