ગુજરાતમાં પ્રથમ વખત પાલનપુરના આંગણે ડબલ્યુ ડબલ્યુ ઇની ફાઈટ થશે

ગુજરાતમાં પ્રથમ વખત પાલનપુરના આંગણે 25 રેસ્લોર તેમજ ઈન્ટરનેશનલ અને પાકિસ્તાની રેસ્લર સાથે વર્લ્ડની  પ્રખ્યાત ડબલ્યુ ડબલ્યુ ઇની ફાઈટ થશે. જેનું આયોજન અવસર ઇવેન્ટસ તેમજ એમ એમ એમ ગુજરાત એન્ડ કં.નાં  ડિરેક્ટર અને પાલનપુરનાં રહેવાસી માઈન્ડ પાવર ટ્રેનર મુકેશભાઈ મોઢ અને આશિષભાઈ રાજગોર કરી રહ્યાં છે. 
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના આકેસણ ગામના રેસ્લર રવિ પ્રજાપતિ અને શની પ્રજાપતિ જેઓ ભારતનાં પ્રખ્યાત  રેસ્લર ખલી પાસે ઘણા વર્ષોથી ટ્રેનિંગ લઇને પાકિસ્તાનનાં રેસ્લરને હરાવીને બહુ પ્રસિદ્ધિ મેળવી છે, ત્યારબાદ રવિ  પ્રજાપતિએ ઈન્ટરનેશનલ સ્પર્ધા રમીને ગુજરાતના ખલી તરીકે નામના મેળવી છે. ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,  મહાનાયક અમિતાભ બચ્ચન અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમનું સન્માન કરેલ છે. ગુજરાતમાં આવા  અન્ય રેસ્લોરો તૈયાર થાય તે આશયથી ગુજરાતમાં પ્રથમવાર અને તેમાં પણ બનાસકાંઠાનાં પાલનપુરમાં કૉલેજ ગ્રાઉન્ડ  ખાતે આગામી 5 જાન્યુઆરી 2019ના સાંજે 6 થી 10 વાગ્યા સુધી ડબલ્યુ ડબલ્યુ ઇની ફાઈટનું આયોજન કરેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.