02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / બનાસકાંઠાના પશ્વિમ વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ

બનાસકાંઠાના પશ્વિમ વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ   01/08/2018

પાલનપુર
સરહદી બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. ચાલુ વર્ષે ચોમાસુ નિષ્ફળ નિવડયું છે. જેમાં પણ પશ્વિમ વિસ્તારમાં નહિવત વરસાદ ઉપરથી નર્મદા કેનાલમાં પાણી ન છોડવામાં આવતાં જગતના તાતની હાલત દયનીય બની છે. ત્યારે ખેડૂતોની વ્હારે ચડતા જિલ્લાના કાંગી ધારાસભ્યો એક્શન મોડમાં આવ્યા છે. કાંગી ધારાસભ્યોએ રણની કાંધીએ આવેલા આ વિસ્તારને સરકાર દ્વારા તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરવા સહિત ની માંગ સાથે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું.

Tags :