02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / દાંતીવાડા તાલુકા પંચાયત પ્રમુખના પુત્રનો બફાટ : ભાજપના લોકોને ગ્રાંન્ટ ન આપવાની વાતનો વીડિયો વાયરલ

દાંતીવાડા તાલુકા પંચાયત પ્રમુખના પુત્રનો બફાટ : ભાજપના લોકોને ગ્રાંન્ટ ન આપવાની વાતનો વીડિયો વાયરલ   14/04/2019

દાંતીવાડા લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ નેતાઓ એડીચોટીનું જોર લગાવી પ્રચાર કરવા લાગી ગયા છે. ત્યારે દાંતીવાડા તાલુકાના કોલોની ખાતે ગુરુવારે કોંગ્રેસ ખાતે કાર્યાલયનું ઉદ્દઘાટન કારવામો આવ્યું હતું. તેમાં ધાનેરા વિધાનસભાના ધારાસભ્ય, બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને બીજા કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા.
 
દાંતીવાડા તાલુકા પંચાયતના પ્રમુખ પુત્ર હાથમાં માઈક આવતા જ પોતાની વાણી ઉપર સંયમ જાળવવાની જગ્યાએ પોતાનો જાણે રોફ જમાવતા હોય તેમ દાંતીવાડા તાલુકા પંચાયતની અને જિલ્લામાંથી આવતી પાંચથી છ કરોડ રૂપિયાની વિકાસની ગ્રાન્ટ ભાજપના કોઈ કાર્યકર્તા કે કોઈ આગેવાનોની ભલામણથી એક રૂપિયો પણ હું આપીશ નહીં અને જે હું તમામ કોંગ્રેસના સરપંચો અને કાર્યકર્તાઓ તેમજ કોંગ્રેસની વિચારસરણીવાળાઓને જ આપીશ. અને વધુમાં વીડિયોમાં બોલી રહ્યા છે. બાજુમાં બેઠેલ ધાનેરાના ધારાસભ્યને પણ બે હાથ જોડી વિનંતિ કરી રહ્યા છે કે તમે પણ મારી સાથે રહીને ભાજપના લોકોને કોઈ ગ્રાન્ટ આપવી નહીં.
 
દાંતીવાડાના કોલોનીમાં કાર્યલયના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા પ્રમુખ પુત્ર રમેશભાઈ    બફાટ કરતાં જોવા મળ્યાં હતાં. સંબોધનમાં તેમને જાણે પોતાના ખિસ્સામાંથી ગ્રાન્ટ આપતા હોય તેમ ભાજપવાળાઓને સરકારી ગ્રાન્ટના આપવાનું કહી બણગાં મારી રહ્યા હતા.અને સરકારી ગ્રાન્ટ કોંગ્રેસના લોકોને આપી કોંગેસ કાર્યકરોના હાથ મજબૂત કરવાની વાત વિડીયીમાં કહી રહ્યા છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા દાંતીવાડા તાલુકામાં ચર્ચાનો વિષય બની 
ગયો હતો.

Tags :