02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે.   30/03/2019

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. આ પહેલા ભાજપે જાહેરાત કરી હતી કે અમિત શાહના રોડ શોમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોના ઉમેદવારો પણ હાજર રહેશે. જેને પગલે શુક્રવારે જ બાકીના 7 ઉમેદવારોના નામ જાહેર કરવાના હતા. પરંતુ શાહનો રોડ શરૂ થઈ ગયો છે પણ બાકીના 7 ઉમેદવારનું કોઈ ઠેકાણું નથી. એક તરફ ભાજપે રાજ્યની તમામ બેઠકો પર અસર ઉભી કરવા અમિત શાહને ગાંધીનગરથી ઉમેદવાર બનાવ્યા છે તો બીજી તરફ 7 ઉમેદવારો પર હજુ કોઈ નિર્ણય પણ લઈ શક્યા નથી.
 
આ અંગે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, તમામ ઉમેદવારોને સાથે રાખવાનું નક્કી કર્યુ હતુ. હવે તેમાં ફેરફાર કર્યો છે. અમિતભાઈની સાથે અન્ય બેઠકો ઉપર શનિવારે ભાજપના ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરશે. જ્યાં ઉમેદવારો જાહેર નથી, થયા ત્યાં ટૂંક સમયમાં દિલ્હીથી નામની જાહેરાત કરવામાં આવશે.

Tags :