હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોની ખેર નથી ઃ ઘરે બેઠાં ઈ-મેમા મળી જશે

પાલનપુર : જિલ્લા મથક પાલનપુર ખાતે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને કાયદાનું ભાન કરાવવા હવે અત્યાધુનિક વ્યવસ્થા ગોઠવાઈ છે. હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને ઘરે બેઠાં મેમા મળી જશે. પાટનગર ગાંધીનગર ખાતે ખાસ તાલીમ લઈ આવેલો સ્ટાફ હવે શહેરના ખૂણે ખૂણે લગાવેલા તમામ કેમેરા પર બાઝ નજર રાખી વાહનચાલકોની ભૂલો શોધી ચાલુ મહિનાનાના પ્રથમ સપ્તાહથી ઘરે બેઠાં ઇ-મેમો મોકલી દેશે. રોંગ સાઈડમાં વાહન હંકારવું,અનઅધિકૃત સ્થળે વાહન પાર્ક કરવું, સીટબેલ્ટ બાંધ્યા વગર વાહન હંકારવું, સ્પીડમાં વાહન ચલાવવું તેમજ વાહનને કાળા કાચ લગાવી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર હવે સીધા કેમેરામાં કેદ થઈ જશે અને આવા વાહનચાલકોના ઘરના સરનામે જ ઇ-મેમા પહોંચી જશે. હાલ પાલનપુર શહેરમાં મહત્વના ૨૨ જેટલા સ્થળોએ ૧૮૮ જેટલા કેમેરા લગાવાયા છે અને સીસીટીવી આધારીત સર્વેલન્સ અને ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના પ્રથમ તબક્કામાંપાલનપુર ખાતે આજથી જ આ નવી સિસ્ટમનો અમલ શરૂ કરી દેવાયો છે.ચાલુ જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહથી ઇ-મેમોની પણ શરૂઆત કરી દેવાશે. રોંગ સાઈડ ડ્રાયવિંગ, અનઅધિકૃત ર્પાકિંગ, સીટબેલ્ટ વગર તેમજ સ્પીડમાં વાહન ચલાવવા જેવી બાબતમાં વાહન ચાલકોને ઇ-મેમા ફટકારી દેવાશે.રાજ્ય સરકારના સેઇફ એન્ડ સીકયોર પ્રોજેકટ હેઠળ પાલનપુરમાં ચાર મહિના પૂર્વે ૨૨ સ્થળોએ લગાવેલા ૧૮૮ કેમેરાનું ગત ૨૭ માર્ચે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ લોકાર્પણ કરી પાલનપુર સહિત ગુજરાતના ૩૪ જીલ્લામથકો તેમજ છ ધાર્મિક સ્થળો ખાતે અતિ આધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવાની જાહેરાત કરી હતી. જેના પ્રથમ તબકકામાં રાજ્યના ૭ જીલ્લામાં લગાવાયેલા કેમેરાનું પાલનપુર ખાતેથી લોકાર્પણ કરાયું હતું. પાલનપુરમાં લગાવેલા કેમેરા ખુબજ આધુનિક પધ્ધતિના હોઈ ટ્રાફિકના નિયમોના ભંગ ઉપર બાજ નજર રાખી શકશે તેમજ ઇ-ચલણ માટે એ.એન.પી.આર. કેમેરા દ્વારા નંબર પ્લેટ પણ વાંચી શકાશે. પાલનપુર ખાતે આ સિસ્ટમના સુચારુ અમલીકરણ માટે જોરાવર પેલેસ પાછળ કાર્યરત કરાયેલ કન્ટ્રોલ રૂમમાંથી ૮ કલાકની ૩ શિફ્‌ટમાં સ્ક્રિન પર સતત મોનિટરીંગ  કરી બેદરકાર વાહનચાલકોને સીધો ઇ-મેમો ફટકારી દેવાશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.