02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Sabarkantha / સાબરકાંઠા જિલ્લામાં પાંચમા તબક્કાના સેવાસેતુનો પ્રારંભ

સાબરકાંઠા જિલ્લામાં પાંચમા તબક્કાના સેવાસેતુનો પ્રારંભ   11/10/2019

સાબરકાંઠા : સામાન્ય નાગરીકોના પ્રશ્નોના ત્વરીત નિરકારણ માટે પ્રતિબધ્ધ રાજય સરકાર ધ્વારા સેવા સેતુના પાંચમા તબક્કાના સમગ્ર રાજ્યવ્યાપી આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર ખાતેથી ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે સેવાસેતુ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પ્રસંગોચિત ઉદ્દબોધન કરતા ધારાસભય શ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતુ કે, સમગ્ર રાજયમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં પારદર્શક વહિવટની શરૂઆત થઇ છે જેમાં પ્રજાના પ્રશ્નોનો ત્વરીત નિરાકરણ આવે તે માટે સેવાસેતુનો અનોખો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અગાઉના ચાર  તબક્કામાં સાબરકાંઠા જિલ્લામાં ૨૫૭ કેમ્પ યોજીને ૪,૬૦, ૭૩૬ અરજીઓનો હકારાત્મક નિકાલ કરી લાભાર્થીઓને ઘરે બેઠા યોજનાકીય લાભ આપી લાભાન્વિત કરવામાં આવ્યા છે. સેવાસેતુના માધ્યમથી ગામડાની ગરીબ પ્રજાને તાલુકા કે જિલ્લાના મુખ્ય મથક સુધી જવુ ન પડે તે માટે ૫૭ પ્રકારની વિવિધ યોજનાકીય સહાયના લાભ ધરે બેઠા પુરા પાડવામાં આવે છે. આ સેવાનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતોઆ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણે ગ્રામીણ જનતાની સુવિધા વધારવાના રાજય સરકારનું પગલુ આવકાર દાયક ગણાવી કલસ્ટર વાઇઝ એરીયાથી શરૂ કરી છેક છેવાળાના લોકો સુધી આ સેવાનો લાભ મળશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાકીય સહાયના લાભાર્થીઓને સહાયના ચેક મહાનુભવોના હસ્તે અપર્ણ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા શ્રી પ્રવિણા ડી.કે, અધિક કલેકટર શ્રી વી.એલ.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેસાઇ, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, મામલતદાર શ્રી ઉર્વીશ વાંળદ સહિત આસપાસ ગામના સરપંચો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Tags :