ડીસા નગરપાલિકાની સામાન્ય સભામાં હંગામો

 
 
 
ડીસા
                 ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં નગર પાલિકાના વિપક્ષી સભ્યોએ સમિતિઓની રચના કરવાના મુદ્દે ચીફ ઓફિસર સભા છોડી જતા તેમજ પાલિકા કચેરીના સભાખંડને સંપૂર્ણ એ.સી.થી સજ્જ કરતાં ભારે હંગામો કરી વિરોધ નોંધાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાની રાજકીય લેબોરેટરી માનવમાં આવતી ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં હંમેશા ગરમા ગરમીના દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે ગુરુવારે  ડીસા નગરપાલિકાની વિવિધ સમિતિઓ ના ચેરમેનોની નિમણૂક બાબતે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. ડીસા નગર પાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળી અને ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્‌યાની અધ્યક્ષતામાં મળેલી આ સાધારણ સભાની કામગીરીની શરૂઆત કરવામાં આવતા સમિતિઓની રચનાને લઈ હંગામો સર્જાયો હતો. નવીન પ્રમુખની વરણી થયાને લગભગ ચારેક માસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં ડીસા નગરપાલિકામાં સમિતિઓની રચના કરવામાં આવી નથી. જ્યારે આજની સાધારણ સભામાં રજૂ કરવામાં આવેલા એજન્ડા મુજબ સમિતિઓની રચનાના મુદ્દાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ અગમ્ય કારણોસર સમિતિની રચના મુલતવી રખાતા વિપક્ષી સભ્યોએ સમિતિ માટે પોતાના ઉમેદવારોના ફોર્મ રજૂ કરવા ગયા ત્યારે જ સભાને સંપન્ન કરી દેવામાં આવી હતી.  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.