ડીસામાં ચોરીના બાઇક સાથે રાજસ્થાની યુવક ઝડપાયો

ડીસા : ડીસા ઉત્તર પોલીસે ભરચક ગાયત્રી મંદિર વિસ્તારમાંથી શકના આધારે એક બાઇક ચોરને આબાદ ઝડપી પાડ્‌યો હતો. બનાસકાંઠા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ તથા ઇન્ચાર્જ ના.પો. અધિક્ષક  પી.એચ. ચૌધરી તથા જે.એન.ખાંટ (પોલીસ ઇન્સ્પેકટર, ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન)ની  આગામી દિવાળીના તહેવારો નિમિત્તે મિલકત સંબંધી ગુના સંબંધે સઘન પેટ્રોલિંગ કરવા આપેલ સૂચના આધારે ડીસા શહેર ઉત્તર પો.સ્ટે.ના અ.હેડ.કોન્સ. પર્વતસિંહ પોપટ સિંહ, સંજયકુમાર પ્રેમજી ભાઈ, ભુરાભાઈ કેવદાભાઈ તથા ચિરાગકુમાર ગમાનભાઈ સહિતની  પોલીસની ટિમ ડીસા શિવનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હટી તે દરમિયાન એક ઈસમ શંકાસ્પદ હાલતમાં ડીસા ગાયત્રી મંદિર તરફથી મો.સા. લઈ આવતો હોઇ તેને મો.સા. ઉભું રાખવા ઈશારો કરતા તેણે મો.સા. એકદમ બ્રેક કરી લીધેલ અને પોલીસને જોઈ પાછું વાળી પોતાની હાજરી છુપાવવાની કોશિશ કરેલ. જે મો.સા. ચાલક શંકાસ્પદ જણાતા ચાલક પાસે જઈ તેના નામ સરનામું અને મો.સા.ના કાગળો માંગતા પોતાનું નામ જણાવવા ગલ્લાતલ્લા કરી  મો.સા.ના કાગળો પણ પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ જેથી તેની પાસેના મોટર સાઈકલ ચોરી કે છળકપટથી લાવેલ હોવાનો શક જતાં પલ્સર મોટર સાયકલ ૧૮૦ સીસીના આરોપી રામનિવાસ બુદ્ધારામ જાતે-બિસનોઈ( રહે લાલજી કી ડુંગરી તા- ચિતલવાના જિલ્લો-જાલોર (રાજસ્થાન)ની વધુ પૂછપરછ કરતાં તેણે સદરહું મો.સા. સુરત ઉધના થી ચોરેલ હોવાનું જણાવતા ઉધના પો.સ્ટે. ખાતરી તપાસ કરતા ફર્સ્ટ ગુ.ર.નંબર-૧૧૮/૧૯  કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ છે. જેથી મો.સા. પલ્સર  રૂપિયા ૪૦૦૦૦ નું કબજે કરી ડીસા શહેર ઉત્તર પો.સ્ટે. ખાતે કાર્યવાહી કરવામાં આવેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.