02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Arvalli / શનિ અમાવસ્યાએ ભક્તોનો મોટો સમૂહ દર્શનાર્થે ઉમટી પડ્‌યો

શનિ અમાવસ્યાએ ભક્તોનો મોટો સમૂહ દર્શનાર્થે ઉમટી પડ્‌યો   07/01/2019

 અરવલ્લી જિલ્લામાં શનિવારે લીંભોઈ શનિદેવ મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્‌યા હતા. શનિ અમાવસ્યાનો યોગ ઘણા વર્ષે આવતા અહીં મંદિરે ફળોનો ભોગ ધરાવીને વિવિધ પૂજાનું આયોજન પૂજારી ચિરાગભાઈ જોશીએ કરતા શનિદેવના મંદિરે ભક્તિમય માહોલ પ્રગટ્યો હતો.
  વિવિધ ફળો સહિતનો અન્નકૂટ ધરાવાયો હતો. અહીં સવારથી જ દૂર દૂરથી ભક્તો દર્શને ઉમટી પડ્‌યા હતા. જેમાં મુંબઈથી પણ શનિ ભક્તો શનિ અમાવસ્યાએ અહીં આવી દર્શન, અર્ચન, પૂજાવીધીમાં જોડાઈને ધન્ય બન્યાં હતા. અરવલ્લી જિલ્લામાં એક માત્ર લીંભોઈ ખાતે આવેલ આ શનિ મંદિરે તમામ તહેવારોએ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. અહીં દર શનિવારે પણ ભક્તો દર્શને આવે છે.
આ વખતે શનિવાર અને અમાસનો સુભગ સમન્વય થતા શનિ અમવસ્યાના દર્શનની લહાવો લેવા ગામેગામથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્‌યાં હતાં. દિવસભર પૂજાવિધિ પછી સાજના અન્નકૂટ ફળોનો ભોગ ધરાવેલ અન્નકૂટ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ૐ શનિશ્ચરાય નમઃ ના પાવન મંત્રનાદથી માહોલ અલોકીક ભાસી રહ્યો હતો.

Tags :