પ્રાંતિજ નજીકથી ૮.૧૨૫ કિલો ચરસ સાથે હરિયાણવી ઝડપાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

રખેવાળ ન્યુઝ હિંમતનગર
સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલીકે જીલ્લામાં માદક પદાર્થના કેસો શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય જે અન્વયે ેસાબરકાંઠા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ સોલંકી ના માર્ગદર્શન હેઠળ એસ ઓજી સ્ટાફના એ.એસ. આઇ. કૌશિકકુમાર પોપટ લાલ, વુ.હે.કોન્સ. સીતાબેન ભરત ભાઇ, અ. હેડ કોન્સ. ભાવેશ કુમાર રામજીભાઇ, આ.પો. કોન્સ. અપેન્દ્રસિંહ નટવર સિંહ, અ.પો.કોન્સ. વિક્રમસિંહ રૂમાલસિંહ વિગેરે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ સુજુકી કંપનીનું એક્સેસ મોપેડ લઇને મજરાથી હિંમતનગર તરફ નેશનલ હાઇવે પર જઇ રહેલ છે. અને તેની પાસે ગેરકાયદેસર માદક 
પદાર્થ રાખેલ છે. જેથી પોગલુ ગામના પાટીયે ચંચરબાનગરના વળાંકે પ્રાંતીજથી હિંમતનગર જતા નેશનલ હાઇવે ઉપર વોચમાં હતા. દરમ્યાન એક્સેસ મોપેડ પ્રાંતીજ બાજુથી આવતાં હાથ બતાવી સાઇડમાં કરાવી ઉભુ રાખી  તેના ચાલકને તેની પાસે રહેલ વાદળી કલરના થેલા સાથે નીચે ઉતારી નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ નવરંગભાઇ દુલીચંદ મામરાજ મિસ્ત્રી હાલ રહે. પીપલોદી, તા. હિંમતનગર મુળ રહે. રહે. સલાલ તા. પ્રાંતિજ મુળ વતન પાલી, તા. નારનોલ જી. મહેન્દ્રગઢ હરીયાણાનો હોવાનુ જણાવેલ. જેથી તેની પાસે રહેલ વાદળી કલરના પ્લાસ્ટીકની થેલીમાં ખાખી કલરની સેલો ટેપ વીંટાળી મુકેલ કુલ ૧૬ લંબચોરસ જેવા ચરસના પેકેટ મળી આવ્યા હતા. પોલીસે ૮ કિગ્રા ૧૨૫ ગ્રામ ચરસ કિંમત રૂ.૧૨,૧૮,૭૧૫ તથા એક્સેસ મોપેડ કિ.રૂ.૧૦,૦૦૦ તથા સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૦૦૦ મળી કુલ કિ.રૂ.૧૨,૨૯,૭૧૫નો મુદ્દામાલ કબ્જે લઇ તે ઇસમ વિરૂધ્ધમાં એન.ડી.પી.એસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.