02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકામાં સાબરમતી નદી પટ્ટમાં ૧૦ બ્લોકની ઈ હરાજી : રોયલ્ટીની આવકમાં ૧૨૫ %નો વધારો

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકામાં સાબરમતી નદી પટ્ટમાં ૧૦ બ્લોકની ઈ હરાજી : રોયલ્ટીની આવકમાં ૧૨૫ %નો વધારો   25/09/2018

 સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકામાં સાબરમતી નદી પટ્ટમાં ૧૦ બ્લોકની ઈ હરાજી રોયલ્ટીની આવકમાં ૧૨૫ %નો વધારો
 
 
 
 
 
હિંમતનગર 
રાજ્યમાં ખાણ ખનીજ વિભાગમાં પારદર્શીતાપૂર્વક કામ થાય અને રાજ્યની આવકમાં વધારો થાય તેવા ઉમદા હેતુથી મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ પારદર્શક ખાણ ખનિજ નિતી બનાવાઈ છે. આ અન્વયે સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકામાં સાબરમતી નદી પટ્ટમાં ૧૦ બ્લોકની ઈ-હરાજી જિલ્લા કલેકટર શ્રી પ્રવિણા ડી.કે ની ઉપસ્થિતમાં સંપન્ન થઈહતી. 
જિલ્લા કલેક્ટરે આ પ્રસંગે જણાવ્યું હતું કે,  ખાણ ખનીજની આવકમાં વધારો થાય તે રાજ્ય સરકારનો ઉદ્દેશ છે ત્યારે ઈ-ઓક્શનથી એ હેતુ પરિપુર્ણ થશે. આ ઈ-હરાજીના પગલે પારદર્શક અભિગમ સાથે રોયલ્ટીની આવકમાં વધારો થશે. સાથે સાથે આ ક્ષેત્રે નવા સાહસિકો પણ ઉભરી આવ્યા છે. તેને પગલે સ્પર્ધાત્મક પરિણામો પણ મળશે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ પધ્ધતિથી અગાઉ થતી રૂપિયા ૮ કરોડની આવકમાં ૧૨૫ %  નો વધારો થઈ ઈ-હરાજીથી રૂપિયા ૧૯ કરોડની આવક થઈ છે. હાલમાં ગ્રેનાઈટ ખનિજના કુલ ૧૬ બ્લોકસની ઈ-હરાજીનો પ્રથમ તબક્કો ચાલુ છે.  સાદી રેતી ખનિજના અન્ય ૩ બ્લોક શીતવાડા અને સાંપડ ખાતે હરાજીમાં મુકવામાં આવશે. 
જિલ્લા ભુસ્તર શાસ્ત્રી જે. એમ. પટેલે જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, ખેડબ્રહ્મા અને હિંમતનગર તાલુકાના સાબરમતી નદી પટ્ટમાં કુલ ૧૦૦થી વધુ બ્લોકની ઈ-હરાજી ટુંક સમયમાં આવનાર છે.

Tags :