02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ગુજરાત માં ફાયબરના પતરાં બનાવતી કંપનીમાં ભીષણ આગ, 5 ફાયરની ટીમ ઘટના સ્થળે

ગુજરાત માં ફાયબરના પતરાં બનાવતી કંપનીમાં ભીષણ આગ, 5 ફાયરની ટીમ ઘટના સ્થળે   06/08/2018

વડોદરા: રાજ્યભરમાં આગના અસંખ્ય બનાવો બનતા હોય છે. ત્યારે વડોદરામાં ફાયબરના પતરાં બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગવાના અહેવાલો સામે આવી રહ્યો છે. ઘટનાને પગલે 5 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગળની સ્થિતિને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી.
 
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, વડોદરામાં ફાયબરના પતરા બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા કાફલો ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી. GIDCમાં ફાયરની સુવિધાનો અભાવ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આ કંપની પોર GIDCમાં આવેલી છે..
આ ઘટનામાં કંપનીમાં આગ શેના કારણે લાગી તેનું કારણ અકબંધ છે. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોતી.

Tags :