02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / આદર્શ આચારસંહિતાના અમલ સંદર્ભેે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક

આદર્શ આચારસંહિતાના અમલ સંદર્ભેે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક   14/03/2019

 
 
 
 
 
 
 
                    ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી તા. ૧૦ માર્ચ-૨૦૧૯ના રોજ જાહેર કરવમાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા અંગે આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ માટે પાલનપુર મુકામે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સંદીપ સાગલેના અધ્યસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરએ જણાવ્યું ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલી બની હોવાથી સરકારી અધિકારીઓ/ કર્મચારીઓની રજા મંજૂર કરી શકાશે નહિ. આ ચૂંટણીની જાહેરાતથી ચૂંટણી પ્રક્રિયા સંપન્ન ન થાય ત્યાં સુધી અધિકારી/કર્મચારીઓની બદલીઓ કરી શકાશે નહી. જાહેર સ્થળોએ જાહેરાતના હોર્ડિગ, બેનર, પોસ્ટર તથા એસ. ટી. બસ પરની જાહેરાતો તાત્કાલીક દૂર કરવા તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વિશ્રામગૃહ અને સરકારી રહેઠણાંકનો ઉપયોગ કોઇપણ પક્ષ કે ઉમેદવારો પ્રચાર, કચેરી કે અન્ય ચૂંટણી વિષયક હેતુ માટે કરી શકશે નહી. તેમણે જણાવ્યું કે કોઇ વિભાગ દ્વારા કોઇ મહાનુભાવને સરકારી ગાડીઓ ફાળવવામાં આવી હોય તો તે જમા લઇ તેનો રિપોર્ટ કરવાનો રહેશે. 
કલેકટરશ્રીએ દરેક કચેરીના સ્ટાફને ચૂંટણીવિષયક તાલીમ આપી સજ્જ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સરકારી વેબસાઇટ ઉપરથી પ્રચારાત્મક વિગતો દૂર કરવી, સરકારી કે જાહેર મકાનોમાં કોઇપણ જગ્યાએ મહાનુભાવોના ફોટોગ્રાફસ સાથેના કેલેન્ડર, ચિત્રો વગેરે દૂર કરવા, કોઇપણ નવા કામો યોજનાઓ હાથ ધરી શકાશે નહી. કોઇપણ કામો કે વિકાસ પ્રવૃત્તિઓ સમયે ઔપચારીક સમારંભો યોજવા નહી. 

Tags :